ગુનામાં પકડાયેલ વાહનોની ચાંદલોડિયા ચોકીમાં ૬ માર્ચના રોજ હરાજી થશે
ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ગુના તથા જા. જોગના કામે કબ્જે કરેલ મુદ્દામાલના વાહનો જે મે. આઠમાં એડી. સિવિલ જજ અને જ્યુડી. ફર્સ્ટ ક્લાસ (રૂરલ) મીરઝાપુરના તા. ૧૬-૦૩-૨૦૨૦ ના તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન-૧ અમદાવાદ શહેર નાઓના હરાજી હુકમ તા. ૨૫-૦૨-૨૦૨૧ ના આધારે આગામી તા. ૦૬-૦૩-૨૦૨૧ ના ૧૨-૦૦ વાગ્યે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની ચાંદલોડિયા ચોકીના કંપાઉન્ડમાં હરાજી કરવામાં આવશે તેમ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની અખબારી યાદીમાં જણાવાયું છે.