ગુનેગારોનો તરખાટ: લાખો પેસેન્જરની સુરક્ષા માત્ર ૨૩૦ પોલીસકર્મીના હાથમાં
(એજન્સી)અમદાવાદ, ગુનેગારોનો અડ્ડો બની ગયેલા રેલવે સ્ટેશન પર ચોરી, ચેઇન સ્નેચિંગ તેમજ દારૂની તસ્કરીનું પ્રમાણ એટલી હદે વધી ગયુ છે કે પોલીસ અને આરપીએફ પણ હવે ત્રાસી ગયા છે. રેલવે સ્ટેશનમાં તમામ પ્રકારના નાના-મોટા ગુના નોંધાઇ રહ્યા છે, જેમાં હાલ ચોરીની ઘટનાએ માઝા મૂકી છે.
ચાલુ ટ્રેનમાં પેસેન્જરના સ્વાંગમાં આવેલા તસ્કરો રાતનો ફાયદો ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, જ્યારે ચાલુ ટ્રેનમાં ચેઇન સ્નેચિંગ તેમજ મોબાઇલ પોનની ચોરી થવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ગુજરાત પોલીસ પાસે સ્ટાફ ઓછો હોવાના કારણે જે કામગીરી થવી જાેઇએ તે પણ થતી નથી.
માત્ર ૧૫ મિનિટની ઊંઘ લીધી ને ચોર દાગીના અને રૂપિયા ભરેલી બેગ લઇ ગયો ઃ મુંબઇમાં રહેતા દેરામ પુરોહિતે ચાલુ ટ્રેનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે, જે હાલ મુંબઇમ રજિસ્ટર થઇને અમદાવાદ રેલવે પોલીસ પાસે પહોંચી છે. થોડા દિવસ પહેલા દેવરામ પુરોહિત અમદાવાદથી મુંબઇ જવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.
મોડી રાત હોવાથી દેવરામ સ્ટેશન નંબર-૧ પ્લેટફોર્મ બહાર ગેટ પાસે ટ્રેનની રાહ જાેઇ રહ્યા હતા, જ્યાં તેમને ઊંઘ આવી પછી દેવરામ ઉઠ્યા ત્યારે તેમની સોનાના દાગીના તેમજ રોકડ ભરેલી બેગ ગાયબ હતી. દેવરામે આસપાસ ચેક કર્યું, પરંતુ બેગ નહીં મળતા તે તરત જ મુંબઇની ટ્રેનમાં બેસી ગયા હતા અને ચાલુ ટ્રેનમાં પોલીસ ફરિયાદ કરી હતી. કાલુપુર રેલવે પોલીસે એક લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધીને સીસીટીવી કેમેરાના આધારે ગુનાનો ભેદ ઉકેલવા માટેની તજવીજ શરૂ કરી છે.
ચાલુ ટ્રેનમાં મોડી રાતે ચેઇન સ્નેચિંગ ઃ આંધ્રપ્રદેશમાં રહેતા ૫૫ વર્ષીય લીલાવેણી કિલી તેમના પરિવાર સાથે વડોદરા આવ્યા હતા અને ત્યાંથી દ્વારકાદર્શન કરવા માટે રામેશ્વર-ઓખાની ટ્રેનમાં બેઠા હતા. રાતના એક વાગ્યાની આસપાસ ટ્રેન અમદાવાદ પહોંચી હતી જ્યા તેઓ ટ્રેનની બારી પાસે સૂતા હતા. ટ્રેન શરૂ થઇ ત્યારે એક અજાણ્યા શખ્સે તેમના ગળામાં હાથ નાખીને સોનાની ચેઇન ખેંચી લીધી હતી. તેમણે બૂમાબૂમ કરતા તેમના જમાઇએ ચેઇન પુલિંગ કરી ટ્રેન ઊભી રાખી હતી અને તરત જ આરપીએફના જવાનો આવી ગયા હતા. પોલીસ અને આરપીએફના જવાનોના હાથમાં ઝડપાય તે પહેલા ચેઇન સ્નેચર નાસી ગયો હતો.
ગાઢ ઊંઘમાં પોઢેલા પેસેન્જરનો મોબાઇલ ચોરાઇ ગયો ઃ મુંબઇમાં રહેતા બબન હાદવલે અજમેર સુપરફાસ્ટ મુંબઇ ચોરાઇ ગયા ત્યારે તેમનો મોબાઇલ ફોન ચોરાઇ ગયો છે. બબન કુંભકર્ણની જેમ પોતાની સીટમાં સૂતા હતા ત્યારે તેમણે પોતાનો મોબાઇલ ચાર્જિંગમાં મૂક્યો હતો. મોબાઇલને ચાર્જિંગમાંથી કાઢી લેવાનું ભૂલી જતા અજાણ્યા શખ્સે મોબાઇલની ચોરી કરી લીધી હતી. બબનભાઇ ઊટ્યા ત્યારે તેમનો મોબાઇલ નહીં મળી આવતાં તેમણે રેલવે પોલીસને જાણ કરી હતી, જ્યાં તેમણે ચાલુ ટ્રેનમાં ફરિયાદ નોંધાવી હતી.
સ્ટાફની અછત પોલીસની કામગીરી પર દેખાય છે ઃ ગુજરાતનું સૌથી મોટુ કાલુપુર રેલવે સ્ટેશન છે, જેને કરોડો રૂપિયાના ખર્ચે હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર રોજ લાખો પેસેન્જર આવી રહ્યા છે, જેમની સુરક્ષાની જવાબદારી ગુજરાત રેલવે પોલીસ અને રેલવે પોટેક્શન ફોર્સની છે. રેલવે પોલીસને ૨૯૦ કર્મચારીઓનું મહેકમ ફાળવવામાં આવ્યુ છે, પરંતુ તેમની પાસે હાલ ૨૩૦ જેટલો જ સ્ટાફ છે. રેલવે પોલીસ પાસે હાલ ૭૦નો સ્ટાફ ઓછો છે તેમ છતાંય તે ગુનાને રોકવા માટે કામગીરી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આરપીએફ પાસે પણ પુરતો સ્ટાફ નહીં હોવાથી તેમની કામગીરી ઉપર પણ અસર થઇ રહી છે.