ગુપ્તા બંધુના પુત્રોના લગ્નમાં ૨૦૦ કરોડનો ખર્ચ કરશે
બોલીવુડના ૫૫ કલાકારોને બોલાવાશેઃ સ્વિત્ઝર્લેન્ડથી વિશેષ ફુલોઃ મહેમાનો માટે બદ્રીનાથ સુધી હેલિકોપ્ટરો
ઔલી, સહારનપુર મૂળના એનઆરઆઈ ગુપ્તા બંધુઓના પુત્રોના લગ્નમાં આશરે ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. એમ માનવામાં આવે છે કે, વિશ્વ પ્રસિદ્ધ હિમક્રીડા કેન્દ્ર ઔલીમાં ૧૮મીથી ૨૨મી જૂનના ગાળા દરમિયાન લગ્ન થશે. આ લગ્નમાં દુનિયાભરથી લોકો એકત્રિત થશે. આ હાઈપ્રોફાઇલ લગ્નને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ઓલીમાં ભૂમિયાળ દેવતાની પૂજા અર્ચના કરીને લગ્ન પ્રસંગની તૈયારી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
સરાહનપુરના એનઆરઆઈ ગુપ્તા બંધુ હાલમાં દુબઈમાં રહે છે. દુનિયાની જાણીતી હસ્તીઓમાં સામેલ અજય ગુપ્તાના પુત્ર સૂર્યકાંત અને અતુલ ગુપ્તાના પુત્ર શશાંકના લગ્ન ઔલીમાં થનાર છે. અજય ગુપ્તાના પુત્ર સૂર્યકાંતના લગ્ન ૧૮મીથી ૨૦મી જૂનના દિવસે થશે જ્યારે અતુલ ગુપ્તાના પુત્ર શશાંકના લગ્ન ૨૦-૨૨મીના દિવસે થશે. ૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. સ્વિત્ઝર્લેન્ડથી પાંચ કરોડના જુદા જુદા પ્રકારના ફુલ લાવવામાં આવ્યા છે. લગ્ન સ્થળને વિશેષરીતે શણગારવામાં આવી રહ્યા છે.
લગ્ન કાર્યક્રમની જવાબદારી ઇ-ફોર્સ ઇવેન્ટ કંપનીને સોંપવામાં આવી છે. ઔલીમાં ફાઈવસ્ટાર હોટલમાં અનેક ટેંટ બનાવવામાં આવ્યા છે જેમાં દરેક પ્રકારની સુવિધા રહેશે. લગ્ન માટે ગુપ્તા બંધુ અને તેમના પરિવારના સભ્યો હેલિકોપ્ટરથી પહોંચશે. ઔલીમાં ૫૫ બોલીવુડ સ્ટાર પણ પહોંચશે. સાથે સાથે ૧૬ અને ૧૭મી જૂનના દિવસે સ્થાનિક લોકોને વિશેષ ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જાશીમઢથી ઔલી સુધી રોપવેથી સ્થાનિક લોકો પણ ગુપ્તા બંધુઓ તરફથી અવરજવર કરશે. આના માટે રોપવેને ૧૬-૨૨મી જૂન માટે બુક કરી દેવામાં આવ્યા છે. જાશીમઢથી બદ્રીનાથ સુધી અનેક હેલિકોપ્ટર મુકી દેવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર મારફતે લગ્નમાં આવેલા મહેમાનો બદ્રીનાથ ભગવાનના દર્શન કરી શકશે.
ઐતિહાસિક લગ્નને લઇને ઉત્તરાખંડ સરકાર પણ મદદમાં આવી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, આ પ્રકારના લગ્નથી સ્થાનિક લોકોને પણ ફાયદો મળશે. આનાથી ઉત્તરાખંડમાં પ્રવાસને વેગ મળશે. ભવિષ્યમાં દેશ વિદેશથી અનેક હસ્તીઓ પણ ઉત્તરાખંડમાં આકર્ષિત થશે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત ગુપ્તા બંધુઓ સહિત કેટલાક લોકોને ઉત્તરાખંડમાં વર્તમાન ડેસ્ટીનેશનમાં લગ્નને પ્રોત્સાહન આપવામાં આવશે. ઔલીમાં લગ્ન કાર્યક્રમમાં અન્ય હસ્તીઓ પણ પહોંચશે.