ગુપ્ત માહિતી મોકલનારા આફતાબ અલીને કેદ થઈ
લખનૌ, પ્રતિબંધિત, ગોપનીય અને મહત્વપૂર્ણ માહિતીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને મોકલનાર આરોપી આફતાબ અલીને એટીએસના વિશેષ ન્યાયાધીશ મોહમ્મદ ગઝાલીએ ૫ વર્ષ અને ૩ મહિનાની જેલ અને ૪૮૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી છે.
અદાલત સમક્ષ એનઆઈએના સ્પેશિયલ કાઉન્સેલ એમકે સિંહે દલીલ કરી હતી કે, એટીએસને ખબર પડી કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ભારતને નુકશાન પહોંચાડવા માટે અહીં રહેતા અનેક લોકોને પૈસાની લાલચ આપીને ગુપ્ત માહિતી માટે રોક્યા છે. આ એ લોકો છે જેમના સંબંધીઓ પાકિસ્તાનમાં છે.
આવા લોકોને ધર્મના આધારે લગ્ન અને પૈસાની લાલચ આપીને કામે લગાડવામાં આવતા હતા. જાણવા મળ્યું હતું કે, અયોધ્યાના રહેવાસી આફતાબ અલીએ નકલી નામ, સરનામા પર મોબાઈલ સિમ લઈને સેનાની પ્રતિબંધિત ગોપનીય અને મહત્વપૂર્ણ માહિતી આઈએસઆઈને મોકલી છે.
આફતાબ અયોધ્યા અને લખનૌમાં સેનાની મૂવમેંટ, બટાલિયનની નિમણૂક, ટ્રેનમાં જઈ રહેલી સેનાની રેજિમેન્ટ સમય પણ જણાવી રહ્યો હતો. બદલામાં આઈએસઆઈ આરોપીઓને તેના વિજયા બેંક ખાતામાં પૈસા આપતી હતી. આ કેસની સુનાવણી દરમિયાન આરોપીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને કેદ અને દંડની સજા ફટકારી હતી.SS3KP