ગુમ જવાનોને કશ્મીરની હાઈ એલ્ટીટ્યૂડ એક્ટપર્ટ ટીમ શોધશે

દહેરાદૂન, કાશ્મીરની હાઇ એલ્ટીટ્યુડ એક્સપર્ટ ટીમ હવે માઉન્ટ ત્રિશુલ વિસ્તારમાં હિમસ્ખલનને કારણે ગુમ થયેલા નૌકાદળના જવાનોની શોધ કરશે. ટીમને બોલાવી લેવાઈ છે.
નહેરુ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાહત અને બચાવ ટીમ દ્વારા શનિવારે સવારે હિમસ્ખલન સ્થળનો હવાઈ સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જાેવામાં આવ્યું કે ઘટના સ્થળ ખૂબ ઊંચાઈ પર સ્થિત છે. એટલા માટે કાશ્મીરની હાઇ એલ્ટીટ્યુડ એક્સપર્ટ ટીમને બોલાવવામાં આવી છે.
માઉન્ટ ત્રિશુલ વિસ્તારમાં હિમપ્રપાત થયા બાદ ગુમ થયેલા વાયુસેનાના પર્વતારોહકોની ટીમની શોધમાં સેનાએ શનિવારે સવારથી રાહત-બચાવ કામગીરી શરૂ કરી છે. શુક્રવારે જાેશીમઠમાં ખરાબ હવામાનને કારણે રાહત અને બચાવ ટીમ આગળ વધી શકી નથી.
શુક્રવારે આ ઘટનાની જાણ થયા બાદ નહેરુ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (એનઆઈએમ) ની ત્રણ સભ્યોની ટીમ શોધમાં ઉત્તરકાશીથી રવાના થઈ હતી. અહેવાલ અનુસાર, ગુમ થયેલી ટીમમાં નૌકાદળના પાંચ સભ્યો અને એક શેરપાનો સમાવેશ થાય છે.SSS