“ગુમ હૈ કિસી કે પ્યાર મેં”ના ૧૦૦ એપિસોડ પૂરા
મુંબઈ: ટેલિવિઝન સીરિયલ ગુમ હૈ કિસી કૈ પ્યાર મેંના હાલમાં જ ૧૦૦ એપિસોડ પૂરા થયા છે. સીરિયલની સ્ટોરીલાઈન દર્શકોને જકડી રાખે તેવી છે. આ સીરિયલમાં એક્ટર નીલ ભટ્ટ (વિરાટ ચૌહાણ), એક્ટ્રેસ આયેશા સિંહ (સાંઈ) અને એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા (પત્રલેખા) લીડ રોલમાં છે. પહેલા એપિસોડથી જ આ ત્રણેયને દર્શકો પ્રેમ આપી રહ્યા છે.
છેલ્લા બે મહિનામાં આ શોએ ખૂબ લોકપ્રિયતા મેળવી છે અને ટીઆરપી ચાર્ટમાં પણ સારું પ્રદર્શન કરે છે. ફિલ્મની કાસ્ટ અને સ્ટોરી દર્શકોને પસંદ આવી રહી છે. ત્યારે ૧૦૦ એપિસોડની સફળતાને સીરિયલની કાસ્ટ અને ક્રૂએ કેક કાપીને ઉજવી હતી.
આ સફળતા પાછળ તેમણે સેટ પરના દરેક વ્યક્તિને શ્રેય આપ્યો હતો. આ સીરિયલમાં નીલ, ઐશ્વર્યા અને આયેશા ઉપરાંત કિશોર શહાણે, મિતાલી નાગ, યશ પંડિત, ભારતી પાટીલ, શૈલષ દાતાર અને યોગેન્દ્ર વિક્રમ સિંહ મહત્વના રોલમાં છે.
શોના ૧૦૦ એપિસોડ પૂરા થતાં એક્ટર નીલ ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સેલિબ્રેશનની તસવીર શેર કરી હતી. નીલે લખ્યું, “દરેકને ગુમ હૈ કિસી કે પ્યાર મેંના ૧૦૦ એપિસોડ પૂરા થવા પર અભિનંદન.?? ફેન્સના સપોર્ટ બદલ આ શક્ય ના બન્યું હોત.
કૃતજ્ઞ છું અને હજી વધુ સારું મનોરંજન પૂરું પાડવાનો પ્રયાસ કરીશ. સૌનો આભાર તમામને પ્રેમ અને પોઝિટિવિટી. જણાવી દઈએ કે, દર્શકોને સીરિયલની સ્ટોરી પસંદ આવી રહી છે. ગુમ હૈ કિસી કે પ્યાર મેં સીરિયલ ભારતીય ટેલિવિઝન પર જાેવાતા ટોપ ૫ શોમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.
આ અઠવાડિયે પણ શો ટીઆરપી ચાર્ટમાં ત્રીજા સ્થાને હતો. આ સીરિયલમાં પૂર્વ પ્રેમીઓના રોલમાં જાેવા મળતા નીલ અને ઐશ્વર્યાએ હાલમાં જ રિયલ લાઈફમાં રોકા સેરેમની કરી છે. બંનેની મુલાકાત સીરિયલના સેટ પર જ થઈ હતી. ગયા ઓગસ્ટમાં તેમણે ડેટિંગ શરૂ કર્યું હતું અને ૨૭ જાન્યુઆરીએ એક્ટ્રેસના વતન મહિદપુર (મધ્યપ્રદેશ)માં સગાઈ કરી હતી. કપલ આ વર્ષે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.