ગુમ NRI પ્રફુલ પટેલનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો

અમદાવાદ: અમદાવાદ નજીક આવેલા બાવળામાં રહેતા એનઆરઆઈ પોતાનો મોબાઈલ રીપેરિંગ કરવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરતના ફરેલા પ્રફુલ પટેલનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ૬૫ વર્ષના પ્રફુલ પટેલ પોતાની પત્ની સાથે પ્રારંભ રિટાયડ મેન્ટ ટાઉનશીપમાં સાત મહિનાથી રહે છે. અને તેમની બન્ને દીકરીઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે. પ્રફુલ પટેલ છ તારીખે પોતાનો ફોન રીપેરીંગ કરવાનું કહીને બલેનો કાર લઈને નીકળ્યા હતા.
બપોર સુધી ધરે પરત નહિ આવતા પત્નીએ પોતાના પડોશીઓ અને આજુબાજુના ગામના લોકોની સાથે રહીને પ્રફુલ પટેલની શોધખોળ આદરી હતી. પરંતુ મોડી રાત સુધીના પ્રફુલ પટેલ મળ્યા કે નહિ તેમની કાર મળી આવી થાકીને પત્નીએ પોતાના સગા સાથે મળીને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાણવા જાેગ નોંધ કરાવી હતી.
પોલીસ એ પણ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને વધુ તપાસ શરૂ કરી હતી. ત્યાં જાણવા મળ્યું હતી કે કોઠ ગામ નજીકની તેમની ગાડી બિનવારસી મળી આવી હતી. જાે કે ગાડીમાં તપાસ કરતા કઈ વાંધાજનક મળી આવ્યું હતું નહિ. પરંતુ નજીકના તળાવમાં એક વ્યક્તિનો મૃતદેહ હોવાનું જાણવા મળતા પોલીસએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે
આ મૃતદેહ પ્રફુલ પટેલનો છે. નિવૃત જીવન જીવતા મધુબહેન અને પ્રફુલ ભાઈ વચ્ચે કોઈ અણગમો નહોતો તેવું તેમના પરિવાર જનો જણાવી રહ્યા છે. જાે કે તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રફુલ પટેલ અને તેમના પત્ની દુબઈ રહેતા હતા. જાે કે નિવૃત્તિ બાદ તેઓ આ મકાનમાં શિફ્ટ થયા છે. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.