ગુરદાસપુરની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ
ચંદીગઢઃ પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલા ખાતે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી 16 લોકોના મોત થયા છે, સાથે જ આ દુર્ઘટનામાં 13 લોકો પણ ઘાયલ થયા છે. ફટાકડાની ફેક્ટરીની 2 ઈમારતમાં 50 લોકોના ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વિસ્ફોટનો અવાજથી આસપાસના વિસ્તાર સુધી પહોંચ્યો હતો.
ઘટનાસ્થળ પર સ્થાનિક તંત્ર સહિત પોલીસના જવાન મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ રહ્યાં છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બચાવ ટીમ ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડવાના પ્રયાસોમાં લાગી ગઈ છે.
દુર્ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન મળતી માહિતી પ્રમાણે, જે વખતે બપોરે ચાર વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. ધુમાડાના કારણે લોકોને ઈમારતની બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જો કે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે ફેક્ટરી કાયદેસર કે ગેરકાયદે હતી.