ગુરુગ્રામના અલ્ફા જી કોર્પ મેનેજમેન્ટ કંપનીમાં કરોડોની ચોરીનું ષડયંત્ર
નવીદિલ્હી, ગુરુગ્રામના અલ્ફા જી કોર્પ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરોડોની ચોરીનું ષડયંત્ર રચ્યું હતું. અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ૧ કરોડ ૯૦ લાખ કેશ, ૩ કિલો સોનું અને ૬૪ હજાર ૫૦૦ યૂએસ ડોલર મળી આવ્યા છે.
એસટીએફ ચીફે જણાવ્યું કે ચોરીના રૂપિયાથી ખરીદવામાં આવેલા કરોડોના ગોલ્ડ અને કેશ ફોરેન કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવી છે. મામલાની તપાસ ચાલી રહી છે.
એસટીએફ ચીફે કરોડોના હેરફેરના મામલામાં પરિવર્તન નિર્દેશાયલ અને ઇન્કમટેક્સ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે. આ પહેલા ગુરુગ્રામ પોલીસે આ ચોરીને ફક્ત ૫૦ લાખ રૂપિયાની બતાવી હતી. ૫૦ લાખની ચોરીના મામલામાં ગુરુગ્રામ પોલીસે દિલ્હી પોલીસના જવાનની પણ આ ધરપકડ કરી છે. ૧૦ દિવસ પહેલા હાઇ પ્રોફાઇલ મામલો એસટીએફને ટ્રાન્સફર થયો હતો.
એસટીએફ ટીમે ચોરીના માસ્ટરમાઇન્ડ બે ડોક્ટરની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આ આરોપીઓમાં સચિંદર જૈન પોતાને ભાજપાનો મોટો નેતા બતાવે છે અને હરિયાણાના સીએમ સાથે તેના ઘણા ફોટો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ છે.
એસટીએફ ચીફ સતીશ બાલનનું માનવામાં આવે તો ડોક્ટર સચિંદર જૈન નવલ, ડોક્ટર જેપી સિંહ અને દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલમાં રહેલા વિકાસ ગુલિયાએ ગેંગસ્ટર વિકાસ લગરપુનિયા સાથે મળીને કરોડોની ચોરીનું ષડયંત્ર રચ્યું હતું.HS