ગુરુદેવ ટાગોરની ખુરશી પર હું નહીં પણ જવાહરલાલ નહેરુ બેઠા હતા : અમિત શાહ
નવી દિલ્હી, રવિન્દ્રનાથ ટાગોરના અપમાનના કોંગ્રેસ નેતા અધીર રંજન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઇને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં મંગળવારે જોરદાર પલટવાર કર્યો છે. અમિત શાહે કહ્યું કે તેમના ઉપર લગાવવામાં આવેલા ટાગોરના અપમાનના આરોપ ખોટા છે અને ખોટા આક્ષેપો કરવા એ કોંગ્રેસ પાર્ટીની માનસિકતા છે.
ગૃહમંત્રીએ ઇતિહાસનો સંદર્ભ આપીને કહ્યું કે ટાગોરની ખુરશી ઉપર તેઓ નહોતા બેઠા, પરંતુ આ ખુરશી ઉપર જવાહરલાલ નહેરુ બેઠા હતા. ઉલ્લેખનીય છે કે અમિત શાહે કરેલી શાંતિનિકેતનની મુલાકાતને લઇને વિપક્ષ દ્વારા તેમના પર આ આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોંગ્રેસના નેતા ધીર રંજન ચૌધરે લોકસભામાં આ અંગે ટિપ્પણીઓ કરી હતી.
આ આરોપ ઉપર ગૃહમંત્રીએ સ્પષ્ટીકરણ આપ્યું. અમિત શાહે શાંતિનિકેતનના ઉપ કુલપતિ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટીકરણ અને પોતાની યાત્રાની તસવીરોનો પણ સંદર્ભ આપ્યો અને કહ્યું કે તેઓ ક્યારેય પણ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી ઉપર બેઠા નહોતા. તેઓ એ બારી પાસે બેઠા હતા, જ્યાં પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટીલ અને બાંગ્લાદેશના વડાપ્રધાન સહિતના નેતાઓ બેઠા હતા.
આ સાથે જ અમિત શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધીની તસવીર બતાવીને સાંજે દાવો કર્યો કે આ બંને નેતાઓ ટાગોરના સોફા ઉપર બેઠા હતા. માત્ર ટલું જ નહીં પરંતુ તેમણે ધીર રંજન ચૈધરીને ટાર્ગેટ કરીને કહ્યું કે સોશિયલ મીડિયાના ફેક ન્યૂઝ વિશે સદનમાં ચર્ચા કરવી અનુચિત છે.