ગુરુ દ્રોહનું એ જ પ્રાયશ્ચિત !
વૈદિક દર્શનોના પંડિતોને બૌદ્ધાચાર્યો પાસે હારતા જાેઈને કુમારિલ ભટ્ટે બૌદ્ધોને હરાવવાનો નિશ્ચર્ય કર્યો અને બૌદ્ધ ભિક્ષુ ધર્મપાલનો શિષ્ય બન્યો. કુમારિલનો ખંત જાેને તેને જ્ઞાનનો ઉત્તરાધિકારી બનાવ્યો. બૌદ્ધ દર્શનનાં છિદ્રો પણ બતાવ્યાં. વ્યાધિથી ગ્રસ્ત બનેલા બૌદ્ધાચાર્યો એવા ધનપાલ આશા અને શ્રધ્ધા સાથે જ્ઞાન આપતા.
પણ જયારે બૌદ્ધો અને વૈદીક દશ્ર્નાચાર્યો વચ્ચે હરીફાઈ થઈ ત્યારે કુમારીલ ભટ બૌદ્ધાચાર્ય એવા ધનપાલને પક્ષ છોડી વૈદિકોમાં જઈને બેઠા અને બૌદ્ધો હાર્યા. પણ તે સમયે એક બૌદ્ધે ટીકા કરી. ‘કુમારીલ ભટ આપ તો કર્મવાદી છો. મિથ્યા કર્મ કરીને તેના ફળથી શું આપ બચવા માંગો છો. મિથ્યા કર્મ કરીને તેના ફળથી શું આપ બચવા માંગો છો. તમે ગુરુ દ્રોહ કર્યો છે કે તેનું કોઈ પ્રાયશ્ચિત નહી હોય શું ?’ બસ, કુમારિલ ભટને આ વાકયો બાણની માફક વાગ્યાં અને જાણે બળી મરવા વિચાર કરી શંકરાચાર્યને ઉત્તરાધિકારી નીમી એક ઉંહકારો પણ કર્યા વિના બળી મર્યા. ગુરુ દ્રોહનું એ જ પ્રાયશ્ચિત !