ગુરુ નાનક જયંતિની ઉજવણી કલાકારો કઈ રીતે કરે છે
ગુરુનાનક જયંતિએ પહેલા શિખ ગુરુ- ગુરુ નાનકની જન્મજયંતિ છે. તેને સૌથી મોટા ધાર્મિક તહેવારમાંના એક ગણીને આ વર્ષે 8મી નવેમ્બર, 2022ના રોજ તેની ઉજવણી કરવામાં આવી છે. ઝી ટીવીના કલાકારો આ વર્ષે ગુરુ નાનક જયંતિની ઉજવણી માટે ખૂબ જ ઉત્સાહિત છે, કેમકે છેલ્લા 2 વર્ષથી તેઓ આ ઉજવણી કરી શક્યા નથી.
આ પ્રસંગની સૌથી સારી યાદોં વિશે કુંડલી ભાગ્યના માનિત જૌરા અને સંજય ગગનાની, સંજોગના કામ્યા પંજાબી અને રજત દાહિયા આ વર્ષના ગુરુ પુરબ વિશેના તેમના આયોજન વિશે ખુલીને વાત કરે છે.
માનિત જૌરા, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં રિષભનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “ગુરુ નાનક જયંતિએ પહેલા શિખ ગુરુની જન્મજયંતિનો શુભ પ્રસંગ છે. ગુરુપુરબના દિવસે, ભક્તો સ્ત્રોત અને કથાનું વાંચન કરે છે. ત્યારબાદ ગુરુદ્વારા ખાતે, સ્વયંસેવકો દ્વારા ખાસ સામુદાયિક જમવાનું આયોજન કરવામાં આવે છે, જેને ‘લંગર’ કહેવાય છે.
મને લાગે છે કે, કોઈપણ વ્યક્તિએ ‘ચરહદી કલા’માં રહેવું જોઈએ, જે એક જીવવા જેવું અને શિખવા જેવું છે, જો તમને ઇશ્વરમાં શ્રદ્ધા છે તો, બધું જ ઠીક થઈ જશે. વધુમાં, હું સેવા કરવામાં માનું છું, તો હું સમુદાયને આપવામાં માનું છું તેથી જ હું ગુરુદ્વારામાં જઈશ અને ‘પ્રસાદ’ આપીશ. આ જ સેવા કોઈપણ જાતની અપેક્ષા વગર માનવતાની રાહે કરીએ છીએ. ગુરુ નાનકજીએ આપણને સમગ્ર જીવન દરમિયાન સારુ માર્ગદર્શન આપ્યું છે. ગુરુપુરબની હાર્દિક શુભેચ્છા!”
રજત દાહિયા, જે ઝી ટીવીના સંજોગમાં ગોપાલનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મારા બાળપણમાં હું ખૂબ જ ખુશ થતો હતો, કેમકે મને શાળામાંથી રજાઓ મળતી હતી. પણ હવે હું માનું છું કે, આ તહેવારએ મારા માટે દિવાળી કે અન્ય તહેવાર જેટલો જ મહત્વનો છે.
પણ હું હંમેશા એ ધ્યાન રાખું છું કે, દર ગુરુ નાનક જયંતિને દિવસે ગુરુદ્વારાની મુલાકાત લઉં અને અરદાસ સાંભળ્યા બાદ ‘લંગર’માં સેવા આપુ. આ વર્ષે મારા માટે ચાલુ દિવસ છે પણ હું આજે હું જે કંઈ કામ કરી રહ્યો છું તેના માટે હું તેમનો આભારી છું અને હું આશા રાખું છું કે, હું મારા કામને 100 ટકા આપું છું, કેમકે હું કામને જ ભગવાન માનું છું. દિલ્હીમાં બંગલા સાહિબએ ગુરુદ્વારામાના એક છે, જ્યાં મને શાંતી મળે છે અને શહેરમાં આ સ્થળની મુલાકાત લેવી મને ખૂબ જ ગમે છે. હું મારા ચાહકોને એક જ સંદેશ આપવા ઇચ્છું છું કે, તમને જે કંઈ મળે તેના માટે ઇશ્વરનો આભાર માનો અને અમારા શોને પસંદ કરતા રહો.”
સંજય ગગનાની, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં પૃથ્વીનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “ગુરુ નાનક દેવજીના જન્મદિવસની ઉજવણીએ એક શુભ પ્રસંગ છે. મને યાદ છે, જ્યારે હું નાનો હતો, ત્યારે મારા મિત્રોની સાથે ગુરુદ્વારામાં જતો હતો. પહેલા હું આધ્યાત્મિક ‘કથા’ સાંભળતો ત્યારબાદ લંગરમાં જતો- જે એક ખાસ સામુદાયિક ભોજન છે, જે ગુરુદ્વારામાં સ્વયંસેવક દ્વારા યોજવામાં આવ્યું હોય. આ દિવસની ઉજવણીની શરૂઆત સવારમાં ‘પ્રભાત ફેરી’થી કરવામાં આવે છે, જે ગુરુદ્વારા નજીક થાય છે.
ગુરુ નાનક જયંતિના બે દિવસ પહેલા અખંડ પાઠ કે 48 કલાક સુધી નોન-સ્ટોપ ગુરુ ગ્રંથસાહેબનું પઠન ગુરુદ્વારામાં કરવામાં આવે છે. હું મજબુતપણે સેવામાં માનું છું અને મારા માટે સૌથી મહત્વનું છે કે, તેની શરૂઆત ઘરથી થાય છે. આપણે આપણી જાતને ચાહવી જોઈએ અને આપણ સગા-વ્હાલાઓને આપણા ઘરથી જ દાન કરવું જોઈએ. કૃતજ્ઞતાએ ખુશાલીની ચાવી છે અને જીવનમાં જે કંઈ મળે છે તેનો આભાર માનતા હું શિખ્યો છું. તમને બધાને અને તમારા પરિવારને ગુરુપુરબની શુભેચ્છા! હું પ્રાર્થના છું કે, ગુરુ નાનક દેવ જી આજે અને હંમેશા તેમના આશિર્વાદ આપના પર વરસાવે.”
કામ્યા પંજાબી, જે ઝી ટીવીના સંજોગમાં ગૌરીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “ગુરુપુરબના એક દિવસ પહેલા ‘પંજ પ્યારા’ ‘નગર કિર્તન’ (પાંચ પ્રિયજન)ના નામથી શોભાયાત્રાનું નેતૃત્વ કરવામાં આવે છે. જેના અગ્રણી સ્ત્રોત ગાઈને ગુરુ નાનકના સંદેશ ફેલાવે છે. મારા બાળપણથી જ હું આ સમગ્ર પ્રક્રિયાને માણી રહી છું. મને યાદ છે, અમે મિઠાઈનું પણ વિતરણ કરતા હતા. અમે કેટલીક જગ્યાએ રાત્રી પૂજામાં પણ જતા હતા,
જે લગભગ સુર્યાસ્ત સમયે શરૂ થતી અને મોડી રાત સુધી ચાલતી હતી. હું સેવામાં માનું છું, તો હું ગુરુદ્વારામાં જઈને પ્રસાદ વહેચતી હતી. આ વર્ષે, હું ગુરુદ્વારા જઈને આશિર્વાદ મેળતી હતી અને ગુરુદ્વારાના આંગણામાં દિપ જલાવતા હતા. અમે અમારી ઘરે પણ દિવા અને મિણબતી સળગાવીએ છીએ. ગુરુપુરબના આ શુભ પ્રસંગે, હું પ્રાર્થના કરીશ કે, ગુરુનાનક દેવજીના આશિર્વાદ બધા પર હંમેશા વરસશે. ગુરુ નાનક જયંતિની હાર્દિક શુભેચ્છા!”