ગુરૂગ્રામઃ ધોળા દિવસે આંખોમાં મરચાની ભૂકી નાખીને પિસ્તોલ બતાવી 1 કરોડની લૂંટ
ગુરૂગ્રામ, રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરૂગ્રામમાં એક કેશ વાનમાંથી 1 કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે. આશરે 4થી 5 હથિયારધારી બદમાશોએ કેશ વાનમાંથી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બદમાશોએ કેશ વાનના ડ્રાઈવર અને કર્મચારીની આંખોમાં મરચાની ભૂકી નાખીને પિસ્તોલની અણીએ લૂંટનું સમગ્ર કાવતરૂં પાર પાડ્યું હતું.
સાઈબર સિટી ગુરૂગ્રામ ખાતે બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય વ્યાપ્યો છે. લોકોને એવો ડર સતાવી રહ્યો છે કે, જો હથિયારધારી બદમાશો કેશ વાનમાંથી કરોડો રૂપિયા લૂંટી શકતા હોય તો રસ્તે ચાલનારા સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?
લૂંટની ઘટના અંગે જાણ થયા બાદ પોલીસે CCTV ફુટેજની મદદથી ગાડીઓનો નંબર શોધવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે.