ગુરૂદાસપુરમાં પાકિસ્તાની ડ્રોન પર BSFનું ફાયરિંગ
ગુરૂદાસપુર, ગુરુદાસપુરના ડેરા બાબા નાનક ખાતે ભારત-પાક રાષ્ટ્રીય સરહદ પર ફરી એકવાર ડ્રોન જોવા મળ્યું હતું. સરહદ પર સ્થિત બીએસએફના સેક્ટર ગુરદાસપુરની ૮૯ બટાલિયનની બીઓપી મેટલાના બીએસએફના જવાનોએ ભારતમાં પ્રવેશતા ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ ડ્રોન પાક તરફ આગળ વધ્યું હતું. બીજી તરફ, ઘટનાની માહિતી મળતા જ બીએસએફના આઈજી મહિપાલ યાદવ અને ડીઆઈજી રાજેશ શર્મા સરહદ પર પહોંચ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
શુક્રવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ બીઓપી મેટલા પર તૈનાત બીએસએફની ૮૯ બટાલિયનના બીએસએફ જવાનોએ ડ્રોનને પાક બાજુથી જોયું હતું. ડ્રોનને ભારત તરફ આવતા જોઈને બીએસએફના જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સાતમી વખત ડ્રોન દ્વારા ભારત તરફ પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સરહદ પર સ્થિત બીએસએફના જવાનોએ ડ્રોન ઉપર પાંચ વખત ફાયરિંગ કર્યું હતું અને રાષ્ટ્ર વિરોધી તાકાતના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. બીજી તરફ, ગુપ્તચર એજન્સીઓએ વારંવાર ડ્રોનની ઘટનાઓ બાદ તપાસ શરૂ કરી છે.
આ પહેલા બુધવારે સવારે પાકિસ્તાન તરફથી એક ડ્રોને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બી.ઓ.પી. કમલજીત પર તૈનાત પોસ્ટ ૮૯ બટાલિયનના બીએસએફના જવાનોએ ફાયરિંગ કર્યું ત્યારે પણ ડ્રોન પાકિસ્તાન તરફ ગયું હતું. માહિતી મળ્યા બાદ બીએસએફના ડીઆઈજી રાજેશ શર્મા, બટાલિયન કમાન્ડન્ટ પ્રદીપ કુમાર અને પંજાબ પોલીસના અધિકારીઓ પહોંચી ગયા હતા અને સરહદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. પાકિસ્તાન તરફથી ૨૦ દિવસમાં સાતમી વખત ડ્રોન દ્વાર ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે.
આ પહેલા ૨ ઓક્ટોબરે, બીઓપી દ્વારા સંચાલિત, ૩ ઓક્ટોબરે ડેરા બાબા નાનક, ૧૦ ઓક્ટોબરે બીઓપી ચંદુ વડાલા અને રાત્રિના સમયના ડ્રોન સંધવાલી ખાતે ભારતીય સીમામાં ઘૂંસવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની આતંકવાદીઓ અને તસ્કરો ડ્રોન દ્વારા શસ્ત્રો અને ડ્રગ્સ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.SSS