ગુરૂવારથી નવરાત્રી શરૂ: માઈ ભક્તો – ખેલૈયાઓમાં હર્ષો ઉલ્લાસ

Files Photo
અમદાવાદ, નવરાત્રીના હવે ફક્ત બે દિવસ જ બાકી છે , ત્યાં શહેરમાં માં અંબેની મૂર્તિઓ તૈયાર થઈ ગઈ છે. રંગરોગાન સાથે માતાજીને તૈયાર કરવામાં આવેલ છે. તદુપરાંત માઈ ભક્તો પણ માતાજીની મૂર્તિને લઈ જતા નજરે ચડ્યા છે. હર્ષોઉલ્લાસથી માઈ ભક્તો માતાજીને તેડવા આવેલ.
કોરોના કાળ બાદ આ વર્ષે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવેલ છે, જેથી કરીને આ વર્ષે ભક્તો તહેવરોને માણી શકશે. તથા મૂર્તિકારોએ પણ કોરોનાકાળના કારણે માતાજીની મૂર્તિઓના ભાવ પણ ઓછા રાખેલ છે. નવરાત્રીમાં જેમ ધાર્મિક બાબતોનું મહત્વ હોય છે, તેટલું જ મહત્વ ગરબા રસિયાને તૈયાર થવાનું હોય છે. ગરબા રસિયાઓને બે વર્ષ બાદ આ વર્ષે ગરબા રમવા મળશે.
જેથી કરીને ગરબા પહેલાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પૂર્વ તૈયાયરીઓમાં ગરબા રસિયાઓ પાર્લરમાં જઈ જાત જાતની વસ્તુઓ કરાવતા નજરે ચડ્યા છે. હવે તો ફક્ત છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ પણ પોતાનું મેકઓવર કરાવતા હોય છે. જેથી કરીને તેમનો પણ વટ પડે.
નવરાત્રીના જ્યારે હવે ગણીને બે દિવસ બાકી રહ્યા છે, તેવામાં શહેરની યુવતીઓ પાર્લરમાં મેકઅપ, હેર સ્ટાઇલ, ટ્રેન્ડી લૂક મળે તે માટે આઈ લાઈનર, મસ્કારા, લિપસ્ટિક વગેરે જેવી વસ્તુઓ કરાવતી નજરે ચડી છે. તથા બિઝલ શાહ દ્વારા બ્યુટી ટિપ્સ પણ આપવમાં આવી. જેથી કરીને ખૈલાઈયાઓ ઘર બેઠા તૈયાર થઈ શકે.SSS