ગુરૂવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હી, સરકારી ઓઇલ કંપનીઓએ ગુરૂવાર, ૨૬ ઓગસ્ટ ૨૦૨૧ માટે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. ત્યારબાદથી કિંમતો સ્થિર છે. બીજી તરફ, દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચેલી છે.
દેશમાં ઈંધણ રેકોર્ડ હાઇ પણ વેચાઈ રહ્યા છે. તેના કારણે જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કોઈ પણ સામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે, એવામાં સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે. ચીનમાં કોવિડ-૧૯ના કેસોમાં ઘટાડો આવ્યાના અહેવાલ છે. સાથોસાથ મેક્સિકોની ખાડીમાં કાચા તેલના ઉત્પાદનમાં ભારે ઘટાડાના કારણે આ સપ્તાહે મંગળવારે કાચા તેલના ભાવ ઉપર ચઢ્યા છે. બ્રેંટ ક્રૂડમાં ૩ ટકાની તેજી નોંધાઈ હતી. બ્રેંટ ક્રૂડ પ્રતિ બેરલ ૫ ડૉલર મોંઘું થઈને ૭૧ ડૉલર પ્રતિ બેરલને પાર જતું રહ્યું છે.
જાેકે, હજુ સુધી ભારતમાં આ વધેલા ભાવની અસર ઈંધણની કિંમતો પર જાેવા નથી મળી. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.SSS