ગુરૂવારે સૂર્યગ્રહણને કારણે સવારે મંદિરો બંધ રહેશે , સોમનાથ અંબાજી ડાકોરમાં સવારની આરતી ૧૧.૩૦ કલાકે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુરૂવારે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ અમદાવાદમાં દેખાવાનું હોવાથી મંદિરોના દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સવારે ૮ વાગ્યાથી ૧૦.પપ કલાક સુધી આ ખગ્રાસ સૂર્યગ્રહણ દેખાવાનું છે. જેને કારણે શહેરના મંદિરો બંધ રહેશે. અને દર્શનાર્થેીઓને માટે મંદિરના દ્વાર ૧૧.૩૦ કલાક બાદ ખોલવામાં આવશે.
આ ખગ્રાસ સૂર્યગ્રહણ નરી આંખે જાવાથી નુકશાન થતું હોવાનું માનવામાં આવે છે કે તેમજ બાળકો પર પણ તેની અસર વધુ થતી હોય છે. ગ્રહણમાં દાન કરવાની પ્રથા હોય છે. એવી માન્યતા છે કે ગ્રહણ છુટ્યા બાદ દાન કરવાથી પૂણ્ય પ્રાપ્ત થાય છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યુ હતુ કે બુધવાર રાત્રીથી વેદનો પ્રારંભ થતાં તથા સુર્યગ્રહણનો મોક્ષ ૧૦.પપ તથા પ્રાતઃ આરતી, પૂજન દર્શન સવારે થશે નહીં. અંબાજીમાં પણ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રહણને કારણે પ્રથમ મહાપૂજા આરતી ગ્રહણના મોક્ષ બાદ જ કરવામાં આવશે. અંબાજીમાં રાજભોગ તથા સવારની આરતી બપોરે ૧ થી થશે.
જ્યારે ડાકોર રણછોડજીના મંદિરમાં સવારે ૧૧.૪પ ના નીજ મંદિરે ખુલશે. તથા મંગળાની આરતી બપોરે ૧ર વાગ્યે થશે. ત્યારબાદ બપોરે ૧.૩૦ કલાકે મંદિર ખુલશે. કેમ્પના હનુમાનજી મંદિરમાં સવારની આરતી થશે નહીં. પરંતુ ભક્તો દર્શન માટે શકશે. જગન્નાથજીના મંદિરમાં પણ સવારે ૧૧.૩૦ કલાકે આરતી તથા ઈસ્કોન મંદિર રાત્રે ૯.૩૦ કલાકે બંધ થશે. ર૬મી ડીસેમ્બર ગુરૂવારે સાંજના ૪ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. સૂર્યગ્રહણ વખતે રાંધેલું ધન પડ્યુ હોય તો ત્યજવું, તથા સુર્યગ્રહણનો મોક્ષ થયા બાદ વ† સહિત સ્નાન કરવાનો મહિમા શાસ્ત્રમાં વર્ણવામાં આવ્યો છે.