ગુરૂ ગ્રંથ સાહેબની પાલખી યાત્રા પસાર થવાના થોડા કલાકો પહેલા શામળાજી પોલીસે કાર ચાલકને પિસ્તોલ સાથે દબોચ્યો
(પ્રતિનિધિ) બાયડ, શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃર્તીઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી એસ-ક્રોસ કાર માંથી પિસ્તોલ સાથે એક શખ્શને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર ઈંદોરના અશ્વિન નામના શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. શીખધર્મ ના પ્રથમ ગુરૂ શ્રી ગુરુનાનક દેવજી ની ૫૫૦ વર્ષની ઉજવણી ના ભાગ રૂપે ધાર્મિક યાત્રા નો મોટો કાફલો ગુરૂ ગ્રંથ સાહેબની પાલખી સાથે ગુરુવારે સવારે ૧૧ઃ૩૦ કલાકે રાજસ્થાનમાં થી શામળાજી રોડ મારફતે ગુજરાતમાં પ્રવેશવાનો હતો તેના થોડા કલાક અગાઉ શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ઈંદોરના રજિન્દરસિંહ પ્રીતમસિંહ શીખ ને એસ-કાર ક્રોસ માંથી દબોચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બુધવારે મોડી રાત્રે શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સંજય શર્મા અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરી પુરઝડપે રતનપુર ચેકપોસ્ટ તરફથી આવતી એસ-ક્રોસ કાર (ગાડી.નં-સ્ઁ ૦૯ ઝ્રેં ૭૧૦૭ ) ને અટકાવતા કાર ચાલકની તલાસી લેતા કાર ચાલક રજિન્દરસિંહ પ્રીતમસિંહ શીખ (રહે,૭૨ અમીતેશ નગર સબ્જી મંડી નજીક, ઇન્દોર એમ.પી) પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવતા શામળાજી પોલીસે અટકાયત કરી દેશી બનાવટ પિસ્તોલ નંગ-૧ કીં.રૂ.૧૫૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ અને કારની કીં.રૂ.૪૧૬૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પૂછ પરછ કરતા પિસ્તોલ ઈંદોરના અશ્વિન નામના શખ્સે આપી હોવાનું જણાવતા શામળાજી પોલીસે ૧) રજિન્દરસિંહ પ્રીતમસિંહ શીખ અને ૨) અશ્વિન નામના શખ્શ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) એ તથા ઇપીકો કલમ-૧૧૪ તથા જીપી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.*