ગુર્જર આંદોલન બાદ હવે જાટોની આંદોલનની ધમકી
જયપુર, રાજસ્થાનમાં એક બાજુ જયાં ગુર્જર આંદોલનને લઇ હજુ કોઇ ઉકેલ આવ્યો નથી ત્યાં બીજી તરફ જાટોએ પણ સરકારને તાકિદે આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી દીધી છે.એ યાદ રહે કે ગુર્જર સમુદાયના લોકો છેલ્લા પાંચ દિવસથી આંદોલન કરી રહ્યાં છે અને રાજય સરકારથી અનામતને લઇને પણ માંગ કરી રહ્યાં છે જો કે હજુ સુધી પ્રશાસન તેનો કોઇ ઉકેલ શોધી શકી નથી આવામાં જાટો દ્વારા આંદોલનની જાહેરાતથી રાજય સરકારની ચિંતામાં વધારો થયો છે.
ભરતપુર ધૌલપુર જાટ આંદોલન સંધર્ષ સમિતિના સંયોજક નેમ સિંહ ફૌજદારે જણાવ્યું હતું કે રાજય સરકાર પોતાનું વચન પુરૂ કરી રહી નથી તેમણે આરોપ લગાવ્યો કે ૩૦૧૭માં થયેલ જાટ આંદોલન સમજૂતિ વાર્તા દરમિયાન સરકારે વચન આપ્યું હતું કતે ભરતપુર ધૌલપુર જીલ્લાને જાટોને ઓબીસીવર્ગમાં કેન્દ્રમાં અનામત અપાવવા માટે ભલામણ પત્ર લખશે.
આંદોલનકારીઓ પર લાગેલ કેસને પાછા લેવામાં આવશે આ સાથે જ ચુંટાયેલા અભ્યર્થિઓને નિયુકતી આપવામાં આવશે પરંતુ બે વર્ષ થયા બાદ પણ કોઇ પણ વચન પુરૂ કરવામાં આવ્યું નથીઆથી મજબુરીને કારણે આંદોલનનો માર્ગ અપનાવવો પડી રહ્યો છે. સુત્રોનું માનવામાં આવે તે તાકિદે જાટ નેતા બેઠક કરી આંદોલનની રણનીતિ બનાવી શકે છે તેના માટે પહેલી પંચાયત આગામી ૧૮ નવેમ્બરે ગામ પથૈનામાં આયોજીત થશે ત્યારબાદ અનેક મોટા ગામમાં પંચાયત કરવામાં આવશે આ સાથે જ આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવશે જાટ નેતાઓનું કહેવું છે કે સરકારે અમારી માંગો પર ધ્યાન આપવું જાેઇએ જેથી સમાજના લોકોનો રોષ તેમના પ્રત્યે વધે નહીં.HS