ગુલબાઈ ટેકરા :ઘરકામ કરતી મહીલા ચોરી કરતાં સીસીટીવીમાં કેદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-westernlogo1.jpg)
(પ્રતિનિધિ) અમદાવાદ : ગુલબાઈ ટેકરા નજીક આવેલી નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા અને ગાંધીનગર ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસી. ઈજનેર તરીકે ફરજ બજાવતા પ્રકાશ કૃષ્ણપ્રસાદ (ઉ.વ.પ૧)ના ઘરે તિજારીમાંથી વારંવાર રૂપિયાની ચોરી થતાં તેમણે છુપા સીસીટીવી કેમેરા ઘરમાં લગાવ્યા હતા જેના પગલે વધુ એક વખત ચોરી થતાં પ્રકાશભાઈએ પોતાના સીસીટીવી કુટેજ તપાસતા તેમના ત્યાં ઘરકામ કરતી મહીલા સુમિત્રાબેન (ગુલબાઈ ટેકરા) ચોરી કરતી દેખાઈ હતી જેથી પ્રકાશભાઈએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ મથકમાં તેની વિરૂધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.