ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના ત્રીજા રાઉન્ડમાં 33 ગોલ્ફર્સ સામેલ થયા
અમદાવાદ: 11 રાઉન્ડની ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2021 ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં કેટલીક રસાકસીભરી અને રોમાંચક સ્પર્ધા જોવા મળી હતી. આ રાઉન્ડમાં 38 ગોલ્ફર્સ સામેલ થયા હતા.
સ્કોડા સ્ટ્રેલર- ગો ગોલ્ફ 2021 કેલેન્ડરનો ત્રીજો રાઉન્ડ તા.27 અને 28 માર્ચના રોજ ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયો હતો.
બ્રિગેડીયર એ કે. સિંઘ 0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં 92 ગ્રોસ અને 35 (B9-20) પોઈન્ટ મેળવીને રનર્સઅપ બસંત અગ્રવાલ કરતાં આગળ નિકળી ગયા હતા. બસંતે 90 ગ્રોસ અને 35 (B9-18) પોઈન્ટ મેળવ્યા હતા.
15 થી 23 હેન્ડીકેપ કેટેગરીમાં 87 ગ્રોસ અને 36 પોઈન્ટ મેળવીને કટોકા વિજેતા નિવડ્યા હતા. 94 ગ્રોસ અને 33 પોઈન્ટ સાથે ઉમંગ શાહ રનર્સઅપ બન્યા હતા.
24 થી 26 હેન્ડીકેપ કેટેગરીમાં કુલદીપ પુંગલિયા મોખરે રહ્યા હતા. તે 103 ગ્રોસ અને 28 પોઈન્ટ સાથે 110 ગ્રોસ અને 91 પોઈન્ટ પ્રાપ્ત કરનાર જ્વલિત પરમાર કરતાં થોડાક આગળ નિકળી ગયા હતા.
સ્પર્ધકોમાંથી 18ને રિવોર્ડ પોઈન્ટસ એનાયત કરવામાં આવ્યા હતા. દરેક વિજેતાને 3000 પોઈન્ટ મળ્યા હતા, જ્યારે રનર્સઅપને 1800 પોઈન્ટ મળ્યા હતા.
મનિષ તોમર hole #1 લોન્ગેસ્ટ ડ્રાઈવ લગાવીને તેમણે 241 વાર દૂર બોલ મોકલી આપ્યો હતો, જ્યારે સ્નેહલ કુલશેષ્ઠ hole #3 ખાતે હોલથી 10 ફૂટ અને 10 ઈંચનું અંતર પાર કરીને ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધા જીતી ગયા હતા.
રાજીન્દર ચૌહાણ સેકન્ડ શોટ ક્લોઝેસ્ટ ટુ hole #9 ખાતે હોલથી 18 ફૂટ દૂર બોલ મોકલી આપીને સ્કીલ કોમ્પીટીશન જીતી ગયા હતા.