ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યરના છઠ્ઠા રાઉન્ડમાં 40 ગોલ્ફર સામેલ થયા
અમદાવાદઃ ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (GGOY-2021)ના છઠ્ઠા રાઉન્ડમાં જે ગોલ્ફર સામેલ થયા તેમને અલગ પાડી શકાય તેવી ખૂબ જૂજ બાબતો હતી.
સ્કોડા સ્ટેલર-ગોગોલ્ફ 2021 કેલેન્ડરના હિસ્સા તરીકે ગુલમોહર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે તા. 26 અને 27 જૂનના રોજ રમાયેલા છઠ્ઠા રાઉન્ડમાં 40 ગોલ્ફરે ભાગ લીધો હતો અને તેમની વચ્ચે ખૂબ જ તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી.
0થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં 71 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે (B9-20) નંદિશ શાહ અને મિહિર શેઠની અત્યંત નીકટ રહીને વિજેતા બન્યા હતાય મિહિર શેઠે 82 ગ્રોસ પોઈન્ટ નોંધાવ્યા હતા પણ 37 પોઈન્ટ (B9-18) નોંધાવતાં બંને વચ્ચે ટાઈ ઉભી થઈ હતી. માર્શલે વિજેતા નક્કી કરવા માટે બંને ગોલ્ફર્સના છેલ્લા 9 સ્કોરની ગણતરી કરવી પડી હતી અને શાહનો સ્કોર બહેતર જણાયો હતો. તેથી તેમને વિજેતા જાહેર કરાયા હતા.
15થી 23 હેન્ડીકેપ કેટેગરીમાં સ્વરાજ યાદવ 92 ગ્રોસ અને 35 પોઈન્ટસ સાથે વિજેતા જાહેર થયા હતા. 92 ગ્રોસ અને 34 પોઈન્ટ પ્રાપ્ત કરનાર પ્રણય પરીખ સ્વરાજની તુલનામાં માત્ર એકજ પોઈન્ટ પાછળ હતા.
24 થી 36 હેન્ડીકેપ કેટેગરીમાં 95 ગ્રોસ અને 31 પોઈન્ટસ સાથે વિમલ મિશ્રા વિજેતા જાહેર થયા હતા. જ્યારે 102 ગ્રોસ અને 28 પોઈન્ટસ સાથે સિધાર્થ માવાણી રનર્સ અપ બન્યા હતા.
ત્રણ વિજેતાને તેમના પ્રયાસ બદલ 3,000 રિવોર્ડ પોઈન્ટ અને રનર્સ અપને 1800 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. Hole #1 ખાતે લોંગેસ્ટ ડ્રાઈવ માટેની સ્કીલ કોમ્પીટીશનમાં 231 વારના શોટ સાથે રવિ શાહ વિજેતા બન્યા હતા.
રૂત્વિક ઠક્કર કલોઝેસ્ટ ટુ પીન સ્પર્ધાના વિજેતા બન્યા હતા તેમણે Hole #3 ખાતે બૉલને 16ફૂટ અને 4 ઈંચ દૂર પહોંચાડયો હતો. વિમલ મિશ્રા સેકન્ડ શોટ કલોઝેસ્ટ ટુ પીન સ્પર્ધાના વિજેતા બન્યા હતા તેમણે Hole #9 ખાતે હોલથી 6 ફૂટ દૂર બૉલ પહોંચાડ્યો હતો.