ગુલામ નબી આઝાદને મનાવવા માટે સોનિયા અને રાહુલે ફોન કર્યા
નવીદિલ્હી, કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં થયેલ ગરમાગરમી વચ્ચે પાર્ટી હવે ડેમેજ કંટ્રોલમાં લાગી ગઇ છે પાર્ટીની અંદર અસંતુષ્ટ નેતાઓને મનાવવા માટે વાતચીતની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જેથી સ્થિતિને સામાન્ય કરી શકાય કોંગ્રેસ હાઇકમાન્ડે પાર્ટીથી નારાજ ચાલી રહેલ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને ફોન કરી વાત કરી હતી. પત્ર વિવાદ પર રાહુલના નિવેદન બાદથી નારાજ આઝાદે કાર્યસમિતિની બેઠકમાં કહ્યું હતું કે જાે ભાજપની સાથે સંબંધ હોવાની વાત સાબિત થાય તો તે રાજીનામુ આપી દેશે આ નિવેદનથી તેઓ ખુબ નારાજ હતાં જયારે રિપોર્ટ અનુસાર મંગળવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદને ફોન કરી તેમની સાથે વાતચીત કરી હતી સુત્રોનું કહેવુ છે કે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક સમાપ્ત થયા બાદ સોનિયાએ આઝાદની સાથે ફોન પર વાતચીત કરી માનવામાં આવે છે કે આ વાતચીતમાં મતભેદોને દુર કરવા પર ભાર આપવામાં આવ્યો છે કહેવાય છે કે અસંતુષ્ટ જુથના વિવાદિત પત્ર લખવાના સમયને લઇ પોતાની નારાજગી જાહેર કરનાર રાહુલ ગાંધીએ પણ ગુલામ નબી આઝાદને ફોન કર્યો હતો.
સોનિયા અને રાહુલના આઝાદને ફોન કરવો એ વાતના સંકેત છે કે પાર્ટી વરિષ્ઠ નેતાઓને જવા દેવા માંગતી નથી અને તે અસંતુષ્ટ જુથથી સમાધાન કરવા ઇચ્છે છે જાે કે હજુ સુધી એ વાતની માહિતી મળી નથી કે ત્રણેય નેતાઓએ એક બીજા સાથે શું વાતચીત કરી પરંતુ રાજકીય નિષ્ણાંતો માને છે કે મતભેદો દુર કરવા પર જ ચર્ચા થઇ છે. જયારે સોનિયા ગાંધીને પત્ર લખનારા ૨૩ નેતાઓમાં સામેલ અનેક નેતાઓએ કહ્યું કે તેમને વિરોધી સમજવા જાેઇએ નહીં અને તેમણે કયારેય પણ પાર્ટીના નેતૃત્વને પડકાર આપ્યો નથી આનંદ શર્માએ કહ્યું કે પત્ર લખનારા નેતાઓનો ઇરાદો દેશની વર્તમાન સ્થિતિને લઇને સંયુકત ચિતાઓથી નેતૃત્વને માહિતગાર કરવાનો હતો અને આ બધુ પાર્ટીના હિતમાં કરવામાં આવ્યું.HS