ગુવાહાટીમાં બે સપ્તાહનું કડક લોકડાઉન લાગુ કરાશે
આસામમાં ૬૩૦૦થી વધુ કોરોના કેસ
ગુવાહાટી, આસામમાં કોરોનાના કહેર હવે દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર ખાસ કરીને કોવિડ-૧૯ના હોટસ્પોટ બનવા જઈ રહેલા ગૌહાટીમાં સોમવારથી બે સપ્તાહનું કડક લોકડાઉન લાગુ કરનાર છે. સરકારે લોકોને રવિવાર સુધીમા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી લેવા અનુરોધ કર્યો છે.
આસામના મંત્રી હિમંત બિસ્વા સરમાએ શુક્રવારે બપોરે જણાવ્યુ કે આગામી બે સપ્તાહમાં માત્ર દવાની જ દુકાનો જ ખુલ્લી રહેશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ રાત્રિ કરફ્યુનો અમલ યથાવત રખાશે. ગૌહાટીમાં ગત તા.૧૫મી જૂનથી કોરોના વાયરસના ચેપગ્રસ્તોની સંખ્યા રોજબરોજ વધતી જઈ રહી છે. ત્યારે સ્થિતિ પર પુનઃ કાબુ મેળવવા જ રાજ્ય સરકારે ગૌહાટીમાં પુનઃ સખ્તાઈભર્યા લોકડાઉનને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના ૬૩૦૦થી વધુ કેસો નોંધાયા છે. જ્યારે ૯ લોકોના મોત નિપજ્યા છે.