ગૂગલ પ્રિન્ટ મીડિયાને પોતાની એડ રેવન્યૂના ૮પ ટકા હિસ્સો ચૂકવેઃ INS
અખબારોનાં કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ ગૂગલ પ્રિન્ટ મીડિયાને પેમેન્ટ કરે:
નવી દિલ્હી, ભારતનાં અખબારોનાં સૌથી મોટા સંગઠન ધી ઈન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ) વતી તેના પ્રમુખ એલ. આદિમૂલમે ગ્લોબલ ઈન્ફર્મેશન સર્ચ એન્જિન ગૂગલને એક પત્ર લખીને માંગણી કરી છે કે અખબાર દ્વારા પ્રકાશિત કન્ટેન્ટ (સામગ્રી) નો ઉપયોગ કરવા બદલ ગૂગલ ભારતીય અખબારોને સર્વગ્રાહી રીતે વળતર ચૂકવે અને તેને વિજ્ઞા૫ન દ્વારા થતી આવકના હિસ્સાની અખબારોમાં યોગ્ય રીતે વહેંચણી કરીને અખબારોને તેનું પેમેન્ટ કરે.
આઈએનએસના પ્રમુખ એલ. આદિમૂલમે પત્ર લખીને જણાવ્યું છે કે ગૂગલ તેની વિજ્ઞાપન રેવન્યૂમાં પ્રકાશકનો હિસ્સો વધારીને ૮પ ટકા કરે. ગૂગલ ઈન્ડિયાના કાઉન્ટી મેનેજર સંજય ગુપ્તાને ઉદ્દેશીને લખેલા પત્રમાં આઈએનએસના પ્રમુખે એવી માંગણી કરી છે કે અખબારો જે સમાચારો પ્રસિધ્ધ કરે છે તેનો ઉપયોગ કરવા બદલ ગૂગલે અખબારોને પેમેન્ટ કરવું જાેઈએ,
કારણ કે અખબારોને સમાચારનો અને માહિતી એકત્ર કરીને તેની ચકાસણી કર્યા બાદ પ્રસિધ્ધ કરવા પાછળ સારો એવો ખર્ચ થાય છે. આમ સારો એવો ખર્ચ કરીને અખબારો દ્વારા વિશ્વસનીય સમાચારોના આધારે ગૂગલને પણ વિશ્વસનીયતા પ્રાપ્ત થઈ છે.
અખબારોના પ્રકાશકો વિશ્વસનીય સમાચારો, સાંપ્રત પ્રવાહો, વિશ્લેષણ, માહિતી અને મનોરંજન સાથે ગુણાત્મક (ક્વોલિટેટિવ) પત્રકારત્વ સુધી સંપૂર્ણતઃ પહોંચ ઉપલબ્ધ કરે છે એવું જણાવીને આઈએનએસે પત્રમાં ઉમેર્યુ હતું કે ગુણાત્મક પ્રકાશનોની સંપાદકીય સામગ્રી (એડિટોરિયલ કન્ટેન્ટ) અને અન્ય માહિતી પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ વચ્ચે મોટો ભેદ અને તફાવત હોય છે.
સોસાયટીએ પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા એકાદ વર્ષથી વિશ્વભરનો પ્રકાશનાં પ્રકાશનો પોતાની સામગ્રી (કન્ટેન્ટ) માટે યોગ્ય ચુકવણી કરવાનો અને વિજ્ઞાપનની આવક યોગ્ય રીતે શેર કરવા માટેનો મુદ્દો ગૂગલ સાથે હાથ ધરી રહ્યા છે. પત્રમાં આગળ જણાવાયું છે કે એ વાત નોંધનીય છે કે ગૂગલ તાજેતરમાં ફ્રાન્સ, યુરોપિયન સંઘ અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં પ્રકાશકોનજે વધુ સારૂં વળતર ચૂકવવા સંમત થયેલ છે.
વિશેષમાં પત્રમાં જણાવાયું છે કે વિજ્ઞાપન અખબારી ઉદ્યોગની નાણાકીય કરોડરજ્જુ સમાન છે. જાે કે અખબારોના પ્રકાશકોની વિજ્ઞાપન રેવન્યૂમાં ડિજિટલ સ્પેસમાં ઘટાડો થઈ રહ્યો છે. અને ગૂગલ વિજ્ઞાપન દ્વારા થતી આવકનો સૌથી વધુ હિસ્સો પોતાની પાસે રાખે છે અને પ્રકાશકો માટે સાવ ઓછો ઓછો હિસ્સો છોડે છે.
પત્રમાં એવું પણ જણાવાયું છે કે પ્રકાશકો અત્યંત અપારદર્શક વિજ્ઞાપન પ્રણાલીનો સાનો કરી રહ્યાં છે, કારણ કે અખબારો પાસે ગૂગલની એડવર્ટાઈઝિંગ વેલ્યૂ ચેઈન (વિજ્ઞાપન મૂલ્ય શ્રૃંખલા) ની વિગતો ઉપલબ્ધ નથી. આથી પત્રમાં આઈએનએસે એવી માંગણી કરી છે કે ગૂગલે પોતાની વિજ્ઞાપન રેવન્યૂમાં પ્રકાશકનો હિસ્સો વધારીને ૮પ ટકા કરવો જાેઈએ
અને ગૂગલ દ્વારા પૂરા પાડવામાં આવતા રેવન્યૂ રિપોટ્ર્સમાં ધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવી જાેઈએ. આઈએનએસે ફેક ન્યૂઝના પ્રસાર સામે કામ લેવા રજીસ્ટર્ડ ન્યૂઝ પબ્લિશર્સની સાંપાદકીય સામગ્રીને વધુ પ્રાધાન્ય અને પ્રાથમિકતા આપવાનો મુદ્દો પણ પત્રમાં ઉઠાવ્યો છે, કારણ કે ગૂગલ અનેક સાઈટ્સ પરથી સામગ્રી (કન્ટેન્ટ) ઉઠાવે છે, જે વિશ્વસનીય ની અને તેના પરિણામે ગેરમાહિતીનો પ્રસાર વધે છે અને ફેક ન્યૂઝનો પ્રચાર પણ વધે છે.
સોસાયટી આ બધા મહત્વના મુદ્દાઓ પર ગૂગલ સાથે સઘન ચર્ચાઓ કરી રહી છે એવું જણાવીને પત્રમાં દોહરાવ્યું છે કે ભારતીય પ્રિન્ટ મીડિયા દેશમાં સમાચાર અને માહિતીના સૌથી વિશ્વસનીય સ્ત્રોત છે. અને અખબારો રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જાે કે મહામારી અને સાંપ્રત ડિજિટલ બિઝનેસ મોડલની પ્રકાશકો પર વિપરિત અસર પડી છે. અને તેના કારણે પ્રિન્ટ મીડિયા માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. પત્રમાં એવું પણ જણાવાયું છે કે પ્રિન્ટ મીડિયા તેના ન્યૂઝ ઓપરેશન્સના હાર્દ સમા પત્રકારત્વ પાછળ વિપુલ રોકાણ કરે છે, કારણ કે અખબારો સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એવું આઈએનએસે ગૂગલને લખેલા પત્રની વિગત આપણતી એક અખબારી યાદીમાં આઈએનએસના મહામંત્રી મેરી પૌલે જણાવ્યું હતું.