ગૂડનાઈટ ઈન્ડિયા પર રમૂજ અને બુદ્ધિશાળી પંચલાઈનોનું ઉત્તમ સંયોજન

સોની સબ પર ગૂડનાઈટ ઈન્ડિયા પર કો-હોસ્ટ તરીકે દાખલ થવા પૂર્વે જિયા શંકરના વિશાળ ચાહકો છે અને તે કાટેલાલ એન્ડ સન્સમાં તેની ભૂમિકા માટે બહુ લોકપ્રિય બની હતી. જાેકે તેણે ગૂડનાઈટ ઈન્ડિયા પર નવો પડકાર લીધો છે અને શો પર તેના બેજાેડ કોમિક ટાઈમિંગ અને ઉત્સ્ફૂર્ત પંચલાઈન સાથે વધુ ચાહકોનાં મન જીતી રહી છે.
શો પર કામ કરવાના અનુભવ વિશે બોલતાં જિયા કહે છે, “ગૂડનાઈટ ઈન્ડિયા જેવા શો પર હું પહેલી જ વાર આવી હોવા છતાં શોના દર્શકો અને ટીમ પાસેથી પણ મને ઉત્તમ પ્રતિસાદ પ્રાપ્ત થયો તેની મને ખુશી છે. મને વિશ્વાસ છે કે મારી શીખ અને પ્રવાસ આનાથી વધુ સમૃદ્ધ નહીં હોઈ શકે.”
ઉપરાંત કો-હોસ્ટ અમિત ટંડન વિશે તે ઉમેરે છે, “અમિત અપવાદાત્મક કો- હોસ્ટ છે અને શોમાં મને સંપૂર્ણ ટેકો આપે છે. ખાસ કરીને મેં કોમેડી અને રિયાલિટી પ્રકાર અગાઉ ક્યારેય અજમાવ્યો નહીં હોવાથી તેનો મને આધાર મળ્યો છે.”
જિયા શંકરે સ્ક્રિપ્ટિંગમાં સક્રિય રીતે ભાગ લઈને
અને શૂટિંગ દરમિયાન પંચલાઈનો અને શાયરીઓ રજૂ કરીને હોસ્ટ તરીકે પોતાની ભૂમિકાને વધુ ઊંડાણ આપ્યું છે. સ્વઘોષિત આત્મચિંતન કરનાર તરીકે જિયાએ સિદ્ધ પરિવર્તન જાેયું છે, જે તે અલગ અલગ પ્રકાર એક્સપ્લોર કરવાની તક આપવા માટે અને પોતાની ક્ષિતિજાે વિસ્તારવા માટે શોને શ્રેય આપે છે.