ગૃહમંત્રાલયે બંગાળના ચીફ સેક્રેટરી અને ડીપીજીને બોલાવ્યા
કોલકતા, પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના કાફલા પર હુમલાના મામલામાં કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો છે જાણકારી છે કે ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી અને ડીજીપીને ૧૪ ડિસેમ્બરે બોલાવ્યા છે મંત્રાલયના એક અધિકારીએ તેની પુષ્ટી કરી છે એ યાદ રહે કે જે પી નડ્ડાની બંગાળ યાત્રા દરમિયાન ગુરૂવારે ૨૪ પરગનામાં હુમલો કરવામાં આવ્યો હતો.નડ્ડાએ આ હુમલા માટે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને જવાબદાર ઠેંરવ્યા છે અને ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેના માટે જવાબ આપવો પડશે.
આ ઘટના બાદ રાજયપાલ જગદીપ ધનખંડે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અમિત શાહને રિપોર્ટ મોકલ્યા છે શાહે નડ્ડાા કાફલા પર થયેલ હુમલાના એક કલાક બાદ જ રિપોર્ટ માંગ્યો હતો શાહે કહ્યું હતું કે આ હુમલાને પ્રાયોજિત હિંસા બતાવતા આ ઘટના પર પણ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો આ હુમલામાં કેટલાક નેતાઓને ઇજા લાગી હતી અને કાફલામાં સામેલ ગાડીઓને નુકસાન થયું હતું.
દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ પર ખુદ આ હુમલો કરાવવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ભાજપ આગામી છ મહીનાની અંદર યોજાનાર વિધાનસભા ચુંટણીને જાેતા આમ કરી શકે છે.તેમણે કહ્યું કે ટીએમસી હુમલા માટે જવાબદાર નથી.
નડ્ડાના કાફલા પર હુમલાની એક વીડિયો સામે આવી હતી જેમાં જણાવાય છે કે કારની વિંડસ્ક્રીન પર ઇટ ફેંકવામાં આવી રહી છે કહેવાય છે કે આ કાર જેપી નડ્ડાના કાફલાનો હિસ્સો હતો.HS