ગૃહમંત્રી અમિત શાહે જમાલપુર મંદિરમાં આરતી કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહે મંગળા આરતીમાં ભાગ લીધો : જગન્નાથ મંદિરમાં રાતભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ભગવાનના દર્શનનો ભાવિકભક્તો રોજ મંદિરે જતા હોય છે. પરંતુ આજે જગતનો નાથ જગન્નાથ ખુદ નગરયાત્રાએ નીકળી લોકોને સામે ચાલીને દર્શન કરાવવા નીકળ્યા છે. ત્યારે રથયાત્રાના રૂટ પર માનવમહેરામણ છલકાઈ રહ્યો છે. સૌને તાલાવેલી છે. જય જગન્નાથની દર્શન કરવાની આજનો લહાવો લૂંટીએ, કાલ કોણે દીઠી?? દરેકના મુખ પર નામ છે ‘જય જગન્નાથ મેઘરાજા- પણ જાણે ભગવાન જગન્નાથના દર્શન કરવા આતુર ન હોય તેમ રાતથી જ આકાશમાં વાદળો ઘેરાવા માંડ્યા હતા. અને સવારે ભગવાન જગન્નાથ ઉપર વરસાદના અમિછાંટણા કરી, ભગવાનનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
વહેલી સવારથી જ નીજ મંદિરેથી ભક્તોનો ઘુઘવાતો પ્રવાહ જાવા મળંતો હતો. જાણે પૂનમની ભરતી ટાણે સમુદ્રના મોજા ઉછળી ઉછળીને સમુદ્રની સપાટીની રેલીને આલીંગન કરવા આવતા હોય તેમ ભકતો ભગવાનને આલિંગન કરવા આતુર બનેલા જાવા મળ્યા હતા.
વહેલી સવારે ૪ વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જ્યારે નીજ મંદિર આવી પહોંચ્યા ત્યારે ભાવિક ભક્તોની ભારે ભીડ જાવા મળી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહને આવકાર્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા રાજ્ય ગૃહમંતરી પ્રદિપસિંહ જાડેજાએ તથા તેમના પરિવારજનોએ જગન્નાથ ભગવાનની મંગળા આરતી ઉતારી હતી ત્યારે મંદિરના સમગ્ર પરિસર ‘જય જગન્નાથ જય જય જગન્નાથ’ ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથને ખીચડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.ે મંદિરમાં જાવા મળતા હતો ભક્તિ, ભજન અને ભંડેરાનો ત્રિવેણી સંગમ સૌના મુખ પર શબ્દો હતા જય રણછોડ જય માખણચોર’ અને ઉત્સુક્તાભરી આંખે ભગવાન જગન્નાથજીના દર્શનમાં.
૧૪રમી આજે નીકળનારી ભવ્ય ઐતિહાસીક રથયાત્રાને સમયસર નીજમંદિરમાંથી મહંતશ્રી દિલીપદાસજી મહારાજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામને રથમાં બેસાડ્યા ત્યારે દેવો પણ સ્વર્ગથી દર્શન કરી અહોભાગ્ય સમજતા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નીતિન પટેલ, નીજમંદિરમાં આવી પહોંચ્યા હતા. એ ભગવાન જગન્નાથના દર્શન કરી પહિંદ વિધિ કર્યા બાદ ત્રણેય રથોને પ્રસ્થાન કરાવ્યા હતા તે પહેલાં રથયાત્રાનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કર્યો હતો.
ગઈકાલે આખી રાત મંદિરમાં ભાવિકભક્તોએ ભજનોની રમઝટ જમાવી હતી. સાધુ-સંતો પણ ભજનમાં જાડાયા હતા. સમગ્ર મંદિરનો માહોલ ભક્તિ બની ગયો હતો. રસ્તાઓ પર પણ માનવ મહેરામણ દર્શનાર્થે ઉમેટેલો જાવા મળતો હતો. ગજરાજાને પણ સુંદર રીતે શણગાર્યા છે. ભજન મંડળીઓના ભજનના સૂરો તથા બેન્ડવાજાના સુરીલા સંગીત તથા અખાડાઓ રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ભગવાન જગન્નાથ જે રથમાં બિરાજમાન છે તે રથનું નામ છે નંદીઘોષ, બહેન સુભદ્રાજીના રથનું નામ છે કલ્પધ્વજ તથા ભાઈ બલરામના રથનું નામ છે તાલધ્વજ. આજે નગરમાં અક જ નાદ સંભળાય છે. ‘જય જગન્નાથ’ નગરના નાથ જ્યારે નગરયાત્રાએ નિકળ્યા હોય તયારે ભક્તોના ઉત્સાહની કલપના જ ન કરાય. જળ રે જમુનાથી ભરી લાવું, મારો વ્હાલો પધાર્યો નગરમાં’ હરખે હરખે ઉડે ગુલાલ અવસરીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે કરી શુભેચ્છા પાઠવી હતી.