ગૃહમંત્રી અમિત શાહ કોરોનાગ્રસ્ત
અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા છે. ડોકટરોની સલાહ મુજબ હોસ્પિટલમાં ભરતી થયા છે. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા શાહે વિનંતી કરી છે. આ અંગે ગૃહમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહ કોવિડ 19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. લોકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં પણ અમિત શાહ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યાં હતા. આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજીને અપડેટ લેતા હતા..