ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી પંચના રોજિંદા કામમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે : મમતા
કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મમતા બેનર્જીએ એક ચૂંટણી રેલમાં દાવો કર્યો કે અમિત શાહ ચૂંટણી પંચના રોજિંદા કાર્યમાં દખલ કરી રહ્યા છે. એક રેલીમાં મમતાએ કહ્યું કે, શું ગૃહ મંત્રી દેશને ચલાવશે કે પછી એ નક્કી કરશે કે કોની ધરપકડ થશે કે પછી કોની ધોલાઈ થશે, કે પછી તેઓ નક્કી કરશે કે કઈ એજન્સી કોનો પીછો કરશે? બાંકુરામાં યોજાયેલી રેલી દરમિયાન મમતા બેનર્જીએ દુર્ગા પાઠ પણ કર્યો હતો.
મમતા બેનર્જીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે કોરોના, અમ્ફાન સમયે બંગાળની મદદ નથી કરી. બંગાળમાં બહારના ગુંડાઓને ચૂંટજ્ઞી નહીં લડવા દઈએ. બીજેપી બાહુબલના જાેરે બંગાળ ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે ચૂંટણી પંચ કોન ચલાવી રહ્યું છે? અમે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છીએ છીએ. તેઓ ચૂંટણી પંચના રોજિંદા કામમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.
બંગાળની મુખ્યમંત્રીએ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહના બંગાળ પ્રવાસ ઉપર પણ મજાક ઉડાવી. મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ (ગૃહ મંત્રી અમિત શાહ) કોલકાતામાં કાવતરું કરી રહ્યા છે. ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પડાવી રહ્યા છે. ગૃહ સચિવને નોટિસ આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન સરકારી અધિકારીઓને કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે?
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બીજેપીની રેલીમાં લોકો નથી જતા. પૈસા આપીને લોકોને રેલીમાં બોલાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રીને દેશ પર ધ્યાન આપવું જાેઈએ. જાે બીજેપીવાળા પૈસા આપે અને રેલીમાં આવવા માટે કહે તો પૈસા લઈ લો પરંતુ વોટ માત્ર ટીએમસીને જ આપો.