ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ
અમદાવાદ, ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે તેમ જ દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે.
7 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. 14મીએ નવાં નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે.
નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે હોમ આઈસોલોટ થયાં છે.