Western Times News

Gujarati News

ગૃહ વિભાગની રૂ. ૭,૫૦૩ કરોડની જોગવાઇઓ મંજૂર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ વિભાગની રૂ. ૭,૫૦૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજુર કરવામાં આવી હતી. વિધાનસભામાં વિવિધ સભ્યોએ ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચા કર્યા બાદ ચર્ચાનો જવાબ આપતાં ગૃહમંત્રી પ્રદિપ જાડેજાએ કહ્યું કે, રાજ્યની સાડા છ કરોડની જનતાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને રહેશે જ.મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના સમયબધ્ધ આયોજનના પરિણામે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની છે. જેના પરિણામે રાજ્યમાં સુલેહ-શાંતિ અને ભાઇચારાની ભાવના વધુ બળવતર બની છે. રાજ્યમાં પ્રજામાં રહેલ શાંતિના પરિણામે અનેક ઉદ્યોગકારો ગુજરાત તરફ વળ્યા છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં પોલીસ કર્મીઓ માટે ૧૩,૮૫૧ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. કઠલાલ તાલુકાના ખલાલ ખાતે આવેલ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર ખાતે પોલીસ કર્મચારી/અધિકારીઓ માટે નવા પોલીસ તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા સારૂ ગાંધીનગરને પોલીસ કમિશનરેટનો દરજ્જો અપાશે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોઇ પણ સંજોગોમાં રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની ઉત્તમ જાળવણી થાય તે માટે ગુજરાત પોલીસ તંત્રની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઇને માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાત પોલીસને અધિકૃત ‘નિશાન’ એટલે કે, પ્રેસીડેન્ટ કલર્સથી સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું સન્માન મેળવનાર ગુજરાત આઠમું રાજ્ય બન્યું છે, જેનો યશ ગુજરાતને છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં પોલીસ કર્મીઓ માટે ૧૩,૮૫૧ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. કઠલાલ તાલુકાના ખલાલ ખાતે આવેલ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર ખાતે પોલીસ કર્મચારી/અધિકારીઓ માટે નવા પોલીસ તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા સારૂ ગાંધીનગરને પોલીસ કમિશનરેટનો દરજ્જો અપાશે.

સાયબર ક્રાઇમના વધતા ગુન્હાઓ ઉપર અંકુશ મેળવવા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા નવ સાયબર ક્રાઇમ સેલમાં ૮૨૨નું મહેકમ મંજુર કરીને રૂ. ૯.૩૪ કરોડના ખર્ચે અદ્યતન સાયબર લેબથી સુસજ્જ કરવામાં આવેલ છે. તેમજ ૨૪ × ૭ કાર્યરત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે સમગ્ર દેશમાં પ્રથમ છે. સાયબર ક્રાઇમ પર અંકુશ મેળવવા ૧૦ નવા પોલીસ સ્ટેશન બનાવાશે.

ટ્રાફિક નિયમન કરતા પોલીસ જવાનોને સહાયરૂપ થવા ૮ હજાર જેટલા બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવશે. આ માટે ૯ હજાર જેટલા બોડી વોર્ન કેમેરા ખરીદનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ૧ હજાર કેમેરા ગુન્હા ડિટેક્શનની કામગીરી સાથે સંકળાયેલા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી સાથે સંકળાયેલા જવાનોને આપવામાં આવશે. આ કેમેરા સીમ કાર્ડ સાથેના હોવાથી તેમાં ઇન્ટરનેટના માધ્યમથી તેનું ફીડ કંટ્રોલરૂપ ખાતે અથવા સીનીયર અધિકારી પણ જોઇ શકશે. ટેઝર ગન પણ વસાવવામાં આવનાર છે. આ ગન વડે કોઇપણ વ્યક્તિને ગંભીર ઇજા કર્યા વિના કાબુમાં કરી શકાય છે. વિદેશી ટેકનોલોજી ધરાવતી આ ગન પોલીસને ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. તેવી જ રીતે એન્ટી ડ્રોન સિસ્ટમ અપનાવી હવાઇ નીરિક્ષણ દ્વારા સુરક્ષા અને સલામતીની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત પોલીસના મહત્વના પ્રોજેક્ટ ઇ-ગુજકોપનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ ખાતાની તમામ કચેરી તેમજ ૭૧૪ પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનરથી સુસજ્જ કરવામાં આવેલ છે. જીસ્વાનના માધ્યમથી પોલીસ વિભાગના ૧,૫૭૩ થી વધુ સ્થળોએ ૯૦ હજારથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઇ-ગુજકોપ એપનો ઉપયોગ કરી રહ્યા છે. ગૃહમંત્રીના જવાબ બાદ ગૃહ વિભાગની માંગણીઓને મંજુર કરવામાં આવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.