Western Times News

Gujarati News

ગૃહ સહિતના મહત્વના ખાતા મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યા

ગાંધીનગર, રાજધાની ગાંધીનગરમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથ ગ્રહણ કરી લીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમના મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા છે. સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા, તેના બાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા.

૧૦ કેબિનેટ કક્ષાના અને ૧૪ રાજ્યકક્ષાના મંત્રીઓએ આજે નવી સરકારમાં શપથ લીધા છે. આમ હવે સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ ૨૫ મંત્રીઓ છે.

મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી જે નીચે મુજબ છે.

ભૂપેન્દ્ર પટેલઃ સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો

કેબીનેટ મંત્રીઓઃ રાજેન્દ્ર ત્રિવેદીઃ મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જીતુભાઈ સવજીભાઈ વાઘાણીઃ શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક
રૂષિકેશભાઈ ગણેશભાઈ પટેલઃ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
પૂર્ણેશ મોદીઃ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
શરાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલઃ કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
કનુભાઈ મોહનલાલ દેસાઇઃ નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
કીરીટસિંહ જીતુભા રાણાઃ વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશભાઈ મગનભાઈ પટેલઃ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદિપસિંહ ખનાભાઈ પરમારઃ સામાજીક ન્યાય અને અધિકારીતા
અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણઃ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ રમેશકુમાર સંઘવીઃ રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન
જગદીશ વિશ્વકર્માઃ કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
બ્રીજેશ મેરજાઃ શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જીતુભાઈ હરજીભાઈ ચૌધરીઃ કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
મનીષાબેન વકીલઃ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા

મુકેશભાઈ ઝીણાભાઈ પટેલઃ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
નિમિષાબેન સુથારઃ આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
અરવિંદભાઈ રૈયાણીઃ વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેરભાઈ ડીંડોરઃ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલાઃ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમારઃ અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર. સી. મકવાણાઃ સામાજીક ન્યાય અને અધિકારીતા
વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયાઃ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવાભાઈ પુંજાભાઈ માલમઃ પશુપાલન અને ગૌ સંવર્ધન

SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.