Western Times News

Gujarati News

ગેંગરેપ કેસમાં પોલીસે ૨૪ કલાકમાં ચાર્જશીટ રજૂ કરી

Files Photo

અમદાવાદ, ભાવનગર ગેંગરેપ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એટલું જ નહીં ૨૪ કલાકમાં પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે.

કોર્ટે આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસ, મામલતદાર, હોસ્પિટલમાં રજા હોવા છતાં તમામ તંત્રે ખડેપગે રહી માત્ર ૨૪ કલાકમાં પુરાવા એકઠા કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાંથી એક સગીરાનું શનિવારે અપહરણ કરી આરોપીઓએ ગેંગરેપ ગુજાર્યો હતો.

ભગવતી સર્કલ પાસેથી સગીરાનું અપહરણ કરી વાનમાં બેસાડી ત્રાપજ પાસે અવાવરુ જગ્યા પર લઈ જઈ ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જાેતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં તપાસ હાથ ધરી હતી. ગેંગરેપ ગુજારનાર મનસુખ સોલંકી, સંજય મકવાણા, મુસ્તુફા શેખ નામના ત્રણેય શખસોની ધરપકડ કરી હતી.

ભાવનગર શહેરના ભગવતી સર્કલ પાસેથી સગીરાનું અપહરણ કરી ઇકો વાનમાં બેસાડી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ કરી ત્રાપજ પાસે અવાવરુ જગ્યા પર લઈ જાય ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો.

બનાવવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર એક વિધર્મી સહિત બે આરોપીને ઝડપી પાડયા છે, આરોપીમાં એક વિધર્મી સહિત બે શખસોએ ઇકો વાનમાં બેસાડી જય ત્રાપજ નજીક લઈ જવામાં આવી હતી અને અવાવરૂ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

બનાવને પગલે અલંગ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ઘરવામાં આવ્યું હતું. દરમિયાન વહેલી સવારે ત્રાપજ પાસેથી પસાર થતા હતા તે સમયે રાત્રી ચેકિંગ કરી રહેલી પોલીસે શંકાના આધારે ઈકોને અટકાવી તલાશી લીધી હતી. તેમાં બેઠેલા ત્રણેય શખસો શંકાસ્પદ જણાતા અને તેની સાથે તરૂણીને નિહાળી પુછપરછ કરી હતી.

પોલીસની કડક પૂછપરછમાં ભાંગી પડેલા ત્રણેય શખસોએ સગીરવયની કિશોરી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ત્રણેયની ધરપકડ કરી લીધી હતી અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી પરિવારને સોંપી દીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.