ગેંગરેપ બાદ પ્રાઇવેટ પાર્ટમાં સળીયો નાખ્યો, પગ તોડ્યો
મંદિરે દર્શન કરવા ગયેલી મહિલા ઘરે પરત ફરી જ નહીં, મોડી રાત્રે મહિલા લોહીલુહાણ હાલતમાં મળી આવી
બદાયૂં: ઉત્તર પ્રદેશના બદાયૂંમાં એક મહિલાની સાથે ર્નિભયા કાંડ જેવી ઘટના સામે આવી છે. હેવાનિયત એક આઘેડ મહિલા સાથે થઈ છે. મહિલા સાથે ગેંગરેપ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી. ઘટના બાદ મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે સામે આવ્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે.
રિપોર્ટ મુજબ, મહિલાના ગુપ્તાંગમાં સળીયા જેવી કોઈ ચીજથી હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તેના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, મહિલાની પાંસળી અને પગ તોડી દેવામાં આવ્યા છે. ફેફસા ઉપર પણ વજનદાર ચીજથી હુમલો કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ એસઅસપીએ તાત્કાલિક એસપીને ઘટનાસ્થળે મોકલ્યા અને આરોપીઓને ઝડપવા માટે ૪ ટીમો બનાવી છે. પોલીસે પરિજનોની ફરિયાદના આધારે આરોપી મહંત સહિત તેના એક સાથી અને ડ્રાઇવરની વિરુદ્ધ ગેંગરેપ બાદ હત્યાનો કેસ નોંધી દીધો છે.
આ ચોંકાવનારી ઘટના ઉધૈતી પોલીસ સ્ટેશનની હદના એક ગામની છે. અહીં ગામની એક મહિલા નજીકના ગામમાં આવેલા મંદિરે રવિવારે સાંજે ગઈ હતી. ત્યારબાદ તે પરત આવી નહીં. સ્થાનિક લોકોનો આરોપ છે કે રાત્રે લગભગ ૧૨ વાગ્યે એક કાર સવાર અને બે અન્ય શખ્સ મહિલાને લોહીલુહાણ સ્થિતિમાં છોડીને ભાગી ગયા. મહિલાનું રાત્રે જ મોત થઈ ગયું.
મળતી માહિતી મુજબ આ પહેલા આરોપી મહિલાને પોતાની કારથી સારવાર માટે ચંદૌસી પણ લઈ ગયો હતો. મહિલાના પરિજનોએ સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિજનોનું કહેવું છે કે ઉધૈતીના પોલીસ અધિકારી રાવેન્દ્ર પ્રતાપ સિંહ ફરિયાદ બાદ પણ ઘટનાસ્થળ પર નહોતા પહોંચ્યા.
સોમવાર બપોરે ઘટનાના ૧૮ કલાક બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. મહિલા ડૉક્ટર સહિત ત્રણ ડૉક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું. સાંજે રિપોર્ટ આવ્યો તો જાણવા મળ્યું કે મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘણું લોહી પણ વહી ગયું હતું. રિપોર્ટમાં અનેક વજનદાર ચીજથી વાર કરવાનો પણ ઉલ્લેખ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાેઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.