ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ, પોલીસ કસ્ટડીમાં ૩ આરોપી

મુંબઇ,બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. જે બાદ મુંબઇ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. જ્યાં એક તરફ મહારાષ્ટ્ર હોમ ડિપાર્ટમેન્ટે ધમકી મળ્યા બાદ એક્શન લેતા સલમાન ખાન અને તેનાં પિતા સલીમ ખાનની સુરક્ષા વધારી દીધી છે. તો બીજી તરફ દિલ્હી પોલીસની સ્પેશલ સેલ દ્વારા સોમવારે નવી મુંબઇથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ત્રણ આરોપી નવી મુંબઇનાં વાશીમાં રહેતા હતાં. ત્રણ આરોપી રજત જાટ, સુમિત બિઠોડી અને અમિત છોટાએ ચિઠ્ઠી લખી સલમાન ખાન અને તેનાં પિતા સલીમ ખાનને ધમકી આપી છે. દિલ્હી પોલીસે હવે ત્રણ આોપીઓની પૂછપરછ કરી છે.લોરેન્સ બિશ્નોઇ સાથે પૂછપરછ- એટલું જ નહીં સલમાન ખાન અને તેનાં પિતા સલિમ ખાનને જીવથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ દિલ્હી પોલીસની સ્પેશલ સેલ દ્વારા આ મામલે આજે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પણ પૂછપરછ કરવામાં આવી છે.
આ પહેલી વખત નથી કે સલમાન ખાનને આ પ્રકારની ધમકી મળી હોય, આ પહેલાં પણ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને જીવથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમણે લોરેન્સને મારવા માટે ષડયંત્ર પણ રચ્યું હતું. આ અંતિમ સમયમાં ફેઇલ થઇ ગયું હતું.આ કારણે મારવા માંગે છે સલમાન ખાનને- લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાને કાળિયારનાં શિકાર મામલે જીવથી મારી નાંખવાની ધમકી આપી હતી.
કારણ કે ગેંગસ્ટર લોરેન્સ સમાજનો છે. આ માટે જ્યારે સલમાન ખાનને કાળિયાર શિકાર મામલે આરોપી બનાવવામાં આવ્યાં તો લોરેન્સ ઘણો નારાજ હતો. ફિલ્મ રેડીની શૂટિંગ વકતે લોરેન્સે સલમાન ખાન પર એટેકનું પ્લાનિંગ કર્યુ હતું. પણ તે સફળ રહ્યો ન હતો.સલમાન ખાન અનેતેનાં પિતા સલીમ ખાનનાં નામથી અજ્ઞાત વ્યક્તિએ લેટર મોકલ્યો હતો. આ લેટર રવિવારનાં બાન્દ્રાનાં બેન્ડ સ્ટેન્ડ પ્રોમેનાડમાં મળ્યો હતો.
સલીમ ખાનને ધમકી ભરેલો પત્ર એક બેન્ચ પર મળ્યો હતો. જ્યાં તે દરરોજ સવારે જાેગિંગ બાદ બેસે છે.તેમને આ ચિઠ્ઠી સવારે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે મળી હતી. અને સલમાનનાં નામે આ ચિઠ્ઠી હતી. ધમકી ભરેલા પત્રમાં લખ્યુ હતું કે, સલીમ ખાન, સલમાન ખાન ખુબ જલદી તમારા હાલ સિદ્ધૂ મૂસેવાલા જેવા થવાનાં છે. ઉલ્લેખનીય છે કે, ૨૯ મેની સાંજે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગનું નામ સામે આવ્યું હતું.hs2kp