ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ઉઠાવ્યા સવાલ
ભોપાલ: કાનપુર એન્કાઉન્ટરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાનો જેના પર આરોપ હતો તેવા યુપીના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનું આજે સવારે એન્કાન્ટ થઈ ગયું છે. જેના પર કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે સવાલ ઉઠાવ્યો છે કે વિકાસ અને તેના બે સાથીઓના એન્કાઉન્ટરની પેટર્ન એકસમાન કેમ છે ?
દિગ્વિજય સિંહે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે જેની શંકા હતી આખરે તે થઈ ગયું. વિકાસ દુબેનો કયા-કયા રાજકીય નેતાઓ, પોલીસ તેમજ અન્ય અધિકારીઓ સાથે સંપર્ક હતો તે હવે ક્યારેય ઉજાગર નહીં થઈ શકે. છેલ્લા ૩-૪ દિવસોથી વિકાસ દુબેના અન્ય બે સાથીઓનું પણ અન્કાઉન્ટર થયું છે, પરંતુ ત્રણેય એન્કાઉન્ટર્સની પેટર્ન એક સમાન કેમ છે?
વિકાસ દુબે ગઈકાલે જ એમપીના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરેથી ઝડપાયો હતો. યુપી પોલીસ વિકાસને બાય રોડ ઉજ્જૈનથી કાનપુર લઈને આવવા નીકળી હતી. આજે સવારે સાત વાગ્યે પોલીસનો કાફલો કાનપુર પહોંચ્યો તે વખતે તેને એક અકસ્માત નડતાં વિકાસ દુબે જે ગાડીમાં હતો તે પલ્ટી ખાઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન વિકાસે એક ઘાયલ પોલીસકર્મીની રિવોલ્વર છિનવી ભાગવાનો પ્રયાસ કયોર્ હતો. તેણે પોલીસ પર પણ ફાયરિંગ કયુँ હતું, અને સામસામે થયેલા ગોળીબારમાં તેને ગોળી વાગી હતી.
ઘાયલ વિકાસ દુબેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. કાનપુર નજીકના બિકરુ ગામમાં રહેતા વિકાસને ગયા સપ્તાહે સ્થાનિક પોલીસ રાત્રીના સમયે પકડવા ગઈ હતી. જાેકે, આ દરોડાની પહેલાથી જ જાણ થઈ જતાં વિકાસના માણસોએ પોલીસ પર આડેધડ ફાયરિંગ કયુँ હતું, જેમાં ડીએસપી સહિતના આઠ પોલીસકર્મીઓ માયાર્ ગયા હતા. આ ઘટના બાદ વિકાસ ફરાર હતો.