ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ ગ્રૂપની વિલિનીકરણની પ્રક્રિયા આગળ વધી
મુંબઈ, ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ લિમિટેડ (જીડીએલ)એ સપ્ટેમ્બર, 2020માં જીડીએલ અને એની પેટાકંપનીઓ ગેટવે રેલ ફ્રેઇટ લિમિટેડ અને ગેટવે ઇસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે વિલિનીકરણની યોજનાની જાહેરાત કરી હતી. હવે એનએસઇ અને બીએસઇ બંનેએ 12 માર્ચ, 2021ના રોજ “નો-ઓબ્જેક્શન” સર્ટિફિકેટ આપી દીધું છે, જેણે કંપનીને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ સમક્ષ ડ્રાફ્ટ સ્કીમ ફાઇલ કરવા સક્ષમ બનાવી છે.
કંપની, ગેટવે રેલ ફ્રેઇટ લિમિટેડ અને ગેટવે ઇસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે વિલિનીકરણની પ્રક્રિયાનું આગામી પગલું ભરવા 14 માર્ચ, 2020ના રોજ એનસીએલટી સમક્ષ યોજના સાથે સંબંધિત જોઇન્ટ કંપની એપ્લિકેશન રજૂ કરી છે.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પ્રેમકિશન ગુપ્તાએ કહ્યું હતું કે, “આ અમને અમારી વિલિનીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવાની નજીક લઈ જશે. આ વિલિનીકરણને પરિણામે કાર્યકારી સમન્વય અને કાર્યદક્ષતામાં વધારો થવાથી અમારા શેરધારકો માટે મૂલ્યમાં વધારો થશે તથા અમે અમારા ગ્રાહકોને સિંગલ પ્લેટફોર્મમાં વિવિધ લોકેશન અને સેવાઓ પ્રદાન કરીશું.”
વિલિનીકરણને ઊભી થનારી કંપની એક્ઝિમ વ્યવસાય માટે 4 રેલ-લિન્ક્ડ ઇનલેન્ડ કન્ટેઇનર ડેપો, નવી મુંબઈમાં એક સ્થાનિક રેલ ટર્મિનલ, સમગ્ર દેશમાં 6 કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન તથા 31 ટ્રેન સેટનો સંયુક્ત કાફલો તેમજ 500થી વધારે રોડ ટ્રેલર ધરાવશે.
પરાંત સંયુક્ત રોકડપ્રવાહ વિલિનીકરણને પરિણામે ઊભી થનારી કંપનીને સંવર્ધિત ઋણમાં ઘટાડો કરવા સક્ષમ બનાવશે તેમજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં રેલ ટર્મિનલ્સનું બહોળું નેટવર્ક ઊભું કરવા એની વિસ્તરણ યોજના આગળ વધારવાની સુવિધા આપશે.