ગેટ્સનું નામ ચીનની મહિલા સાથે જાેડાતાં છૂટાછેડા થયા

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અમેરિકન અબજાેપતિ બિલ ગેટ્સ આજકાલ પત્ની મેલિન્ડા ગેટસ સાથે છુટાછેડાના પગલે ચર્ચામાં છે.બંને વચ્ચેના ૨૭ વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે.
હવે આ મામલામાં વધુ એક ટિ્વસ્ટ જાેવા મળ્યો છે.બિલ ગેટ્સનુ નામ ચાઈનિઝ મહિલા શેલી વાન્ગ સાથે જાેડાયુ છે.એવુ કહેવાય છે કે, બિલ અને મેલિન્ડા વચ્ચે છુટાછેડાનુ કારણ શેલી વાન્ગ છે.જાેકે વાન્ગે આ વાતનો ઈનકાર કર્યો છે.એક અખબારના અહેવાલ પ્રમાણે વાન્ગ બિલ ગેટ્સ અને મેલિન્ડાએ ચેરિટી કરવા માટે બનાવેલા ફાઉન્ડેશનમાં દુભાષિયા તરીકે કામ કરે છે.મૂળ તે ચીનની રહેવાસી છે અને હાલમાં અમેરિકામાં રહે છે.
૩૬ વર્ષની વાન્ગ સાથે બિલ ગેટસના સબંધો સારા છે.ઘણાનુ માનવુ છે કે, બંને વચ્ચેની નિકટતાના કારણે મેલિન્ડા ગેટસે છુટાછેડા લીધા છે.વાન્ગના દોસ્ત લી ડોંગલાઈનુ કહેવુ છે કે, વાન્ગ વર્ષોથી બિલ ગેટસના ફાઉન્ડેશનમાં કામ કરતી હોવાથી બંને વચ્ચે સારો તાલમેલ છે.કામના કારણે બંને વચ્ચેના ઘણા ફોટોગ્રાફ પણ ઉપલબ્ધ છે.તેના આધારે બંને વચ્ચેના સબંધોની બોગસ કહાની ઘડવામાં આવી છે.આ માત્ર અફવા જ છે.
વાન્ગે પણ ચીનના સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, મેં વિચાર્યુ હતુ કે, મારા અફેરની અફવા જાતે જ ખતમ થઈ જશે પણ આ વાત આટલી આગળ વધશે તેવુ મેં વિચાર્યુ નહોતુ.હું એ લોકોનો આભાર માનવા માંગુ છું જેમણે આ અફવાનુ ખંડન કરવા માટે મારો સાથ આપ્યો હતો.