ગેમીંગના શોખીનો માટે સર્વશ્રેષ્ઠ પર્ફોમન્સ સાથે વનપ્લસ 9R 5Gની લોન્ચ
વનપ્લસ 9 સીરીઝમાં તાજેતરની રજૂઆત એ ઝડપી તથા સરળ ફ્લેગશીપ એક્સપીરીયન્સ પુરો પાડે છે અને તે ક્વાલકોમ™ સન્પડ્રેગન® 870, 120 Hz ફ્લ્યુડ એમોલ્ડ ડિસ્પ્લે, વાર્પ ચાર્જ 65 જેવા ફીચર્સથી સજ્જ છે.
બેગ્લુરૂ – ગ્લોબલ ટેક્નોલોજી કંપની વનપ્લસે તાજેતરમાં વનપ્લસ 9 સીરીઝમાં ઉમેરાનું અનાવરણ કર્યું હતું જે ખાસ કરીને ગેમીંગ ઉત્સુકો માટે તૈયાર કરવામાં આવ્યું છે – તે છે વનપ્લસ 9R 5G. વનપ્લસ 9R 5G પ્રીમીયમ વનપ્લસ સ્માર્ટફોન અનુભવને વિસ્તૃત કિંમત પોઈન્ટે વધુ વપરાશકર્તાઓ સુધી પહોંચાડવાના બ્રાન્ડના ધ્યેયને સુનિશ્ચિત કરે છે. OnePlus introduces the OnePlus 9R 5G with best-in-class performance for gaming enthusiasts _ Regional
અમે વનપ્લસ 9R 5Gની ભારતમાં રજૂઆત કરતાં ખુશી અનુભવીએ છે, અડચણમુક્ત ટોપ-ઓફ-ધ-લાઈન હાર્ડવેર અને સોફ્ટવેરના સમન્વયને ગેમીંગના ઉત્સુકોની વિશાળ શ્રેણી માટે વધુ એક્સેસીબલ બનાવી રહ્યાં છીએ. તેમ પેટે લોઅ, ફાઉન્ડર, સીઈઓ એન્ડ ચીફ પ્રોડ્ક્ટ ઓફીસર – વનપ્લસ જણાવે છે.
વનપ્લસ 9R 5G એ ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 મોબાઈલ પ્લેટફોર્મથી સજ્જ છે, જે પહેલાની જનરેશન કરતાં 12.6 ટકા વધુ ઝડપ પુરી પાડે છે અને તે ડિવાઈઝને ગેમીંગના પાવરહાઉસમાં સારી રીતે રૂપાંતરીત કરી છે. ઝડપી 5G કનેક્શન સાથે, વનપ્લસ 9R 5G 875 MB/s ડાઉનલોડ સ્પીડ પુરી પાડે છે,
જે વપરાશકર્તાઓને ખુબ જ ઝડપથી તેમની પસંદગીની ગેમ્સ અથવા શોને ડાઉનલોડ અથવા સ્ટ્રીમ કરવાની તાકાત આપે છે. આ પાવરને હજુ વધુ ઝડપી, વિશ્વસનીય અને વધુ સુગમતા માટે ડ્યુલ મોડ NSA + SA 5G અને Wi-Fi 6 સહકાર આપે છે. વધુમાં, વનપ્લસ 9R 5G એ UFS 3.0ની સરખામણીએ UFS 3.1 ફ્લેસ સ્ટોરેજ આશરે 3 ગણું વધુ ફાસ્ટર પર્ફોમન્સ આપે છે અને સ્ટાન્ડર્ડ માઈક્રોએસડી કાર્ડ કરતાં તો 10 ગણું વધુ સારું પર્ફોમન્સ આપે છે, જે પીસી આધારીત SATA SSD જે 540 MB/sની ઝડપે ચાલે છે તેનાથી પણ આગળ અને વધુ સારું છે, જે વપરાશકર્તાને સરળતાથી મલ્ટીટાસ્કીંગ કરવામાં મદદ કરશે.
સામાન્ય અને રમતના જબરજસ્ત શોખીનો માટે ડિઝાઈન કરેલ, વનપ્લસ 9R 5Gના 240 Hz ટચ સેમ્પલીંગ રેટ એ વપરાશકર્તાને વારાફરતી 5 આંગળીઓનો ઉપયોગ ગેમ વધુ સારી રીતે રમવા માટે કરવામાં મદદ કરશે. વધુમાં, તેમાં એક-એક્સીસ (X-axis) લીનીઅર મોટર છે, જેને સુંદર ડાયનેમીક વાઈબ્રેશનનો ઉપયોગ કરવા માટે ચાલુ કરી શકાય છે, જે ચાલુ ગેમમાં જુદી પ્રકારના વાઈબ્રેશન આપે છે જેનાથી ઈમર્સીવ ગેમીંગ અનુભવ મળી રહે.
શક્તિશાળી ડ્યુઅલ સ્ટીરીયો સ્પીકર્સ તમને સ્પષ્ટ, લાઈફ-લાઈક 3ડી સાઉન્ડસ્કેપ, અને ડોલ્બી એટમોસ ઓડીયો એ પરિસ્થિતિ આધારીત દિશાસૂચક સંકેતો સાથે જાગૃતિ અને ઉતેજના પુરી પાડે છે. વનપ્લસ 9R 5G મોબાઈલ ગેમીંગને સ્ટેટ-ઓફ-આર્ટ-મલ્ટી-લેયર કુલીંગ સીસ્ટમ દ્વારા એક પગલુ આગળ લઈ જાય છે.
આ સીસ્ટમ ગ્રેફાઈટ અને કોપર લાઈન્ડ વેપોર ચેમ્બરનો ઉપયોગ કરે છે, જે ડિવાઈઝને ઠંડો રાખે છે અને ખાતરીપુર્વકનું સંતુલીત પર્ફોમન્સ આપે છે, પછી તે ગેમીંગ હોય કે પુશીંગ વખતે પ્લગ-ઈન (ચાર્જીંગ લગાવેલું) હોય અને તેના દ્વારા સૌથી વધુ માંગ ધરાવતું ડિવાઈઝ બનાવે છે.