ગેરકાનૂની રીતે રેકોર્ડ કરાયેલી ફોન વાતચીત અદાલતમાં પુરાવા તરીકે માન્ય રહી શકે નહી

(એજન્સી) નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યુ હતુ કે ે ગેરકાનૂની રીતેે આતરવામાં આવેલા અને રેકોર્ડીંગ કરાયેલા ઓડીયો-વિડીયો ટેપ એ કાનૂની પુરાવા બની શકે નહી.
હાઈકોર્ટે જણાવ્યુ હતુ કે કોઈની પણ મોબાઈલ ફોનની વાતચીત રેકોર્ડ કરવા અને તેનો પુરાવા તરીકે ઉપયોગ કરવા માટે ભારતીય ટેલીગ્રાફ એક્ટની કલમ ૪૧૯ એ હેઠળ પૂર્વ મંજુરી જરૂરી છે. અને આ માટે આ ધારાની કલમ પ (ર) હેઠળ રાષ્ટ્રીય હેતુ જાહેર હિત માટે કરવા માટે સક્ષમ અધિકારીને સતા છે. અને તેના આદેશથી યોગ્ય પ્રક્રિયા પરથી ફોન કોલ રેકોર્ડ કરી શકાય છે. અને તે જ પુરાવા તરીકે માન્ય રહે છે.
હાઈકોર્ટના ન્યાયામૂર્તિ ચંદ્રા ગાંધીએ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટી વિ.કેન્દ્રન સરકારના સુપ્રિમ કોર્ટના ચુકાદામાં આગળ ધરતા કહ્યુ હતુ કે કોઈપણ વ્યક્તિની સ્વતંત્રતા તથા ગુપ્તતાનો જે અધિકાર છે તેમાં ટેલિફોનીક વાતચીત ગેરકાનૂની રીતે આતરી શકાય નહી.
સિવાય કે એક્ટ મુજબ તે જે તે માન્ય અધિકારીના આદેશથી કરવામાં આવ્યુ હોય અને તેનો હેતુ રાષ્ટ્રીય હિત અથવા સામાજીક સુરક્ષાનાો હોય તો જ આ પ્રકારે રેકોર્ડીુગ કરી શકાય. આ કેસમાં પટીયાલા મેડીકલ કોલેજમાં એડમિશન માટે નાણાં લેવાના એક કેસમાં સીબીઆઈએ બે વ્યક્તિ વચ્ચેની વાતચીતના રેકોર્ડ પુરાવા રૂપે રજુ કરાઈ હતી. પણ અદાલતે તેને માન્ય ગણવાનો ઈન્કાર કરી દીધો હતો.