Western Times News

Gujarati News

ગેરકાયદેસર બાંધકામો સામે મ્યુ.એસ્ટેટ વિભાગનો સપાટો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગેરકાયદેસર થયેલ બાંધકામો સીલ કરવા તથા નોટીસો આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન કુંભકર્ણની નિંદ્રામાંથી જાગૃત થઈ ગયુ હોય એમ છેલ્લા ૩ દિવસથી ગેરકાયદેસર રીતે પા‹કગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયેલ એકમો પર સપાટો બોલાવવાની શરૂઆત કરી દીધી છે. મોલ્સ, હાઈરાઈઝ બિલ્ડીંગ તથા ટાવરોના પ્લાનમાં પ્લાન મંજુર કરાવતી વખતે પા‹કગ માટે જગ્યા બતાવી પ્લાન મંજુર કરાવ્યો હોય,


બીયુ પરમિશન પણ લઈ લીધા બાદ એસ્ટેટ-ટાઉન પ્લાનિંગના અધિકારીઓમાં મીલીજાલી બાદ ત્યાં ગેરકાયદેસર બાંધકામો થતાં ઓફિસો તથા દુકાનોમાં આવતા લોકો માટે વાહનો પા‹કગ માટે જગ્યા ન મળતાં રસ્તાઓ પર આડેધડ વાહનો પા‹કગ કરવામાં ટ્રાફિક સમસ્યા સર્જાવા લાગી છે આ સમસ્યા વર્ષોથી ચાલી આવી છે. નથી મ્યુનિસિપલ કોર્પોરેશન કે નથી પોલીસ આ સમસ્યાનો ઉકેલ લાવી શકતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તથા ટીડીઓ વિભાગે શરૂ કરેલ સઘન ઝુંંબેશને કારણે દુકાનદારો તથા ઓફિસોના માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

એસ્ટેટ વિભાગે આવા ગેરકાયદેસર થયેલા બાંધકામ કરવામાં આવેલ એકમોને સીલ મારવાનું તથા નોટીસ આપી થયેલ બાંધકામને તોડી પાડવા આદેશ આપ્યો છે. એકાએક મ્યુનિસિપલ કોર્પોરેશને સઘન ઝુંબેશ શરૂ કરતાં વેપારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આક્રોશ ઠાલવી રહ્યુ છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર એસ્ટેટ વિભાગ-ટાઉન ડેવલપમેન્ટની ટીમે ૬ બિલ્ડીંગોના ૭ એકમો સીલ કરી માલિકોને નોટીસ આપી એક માસમાં ગેરકાયદેસર થયેલ બાંધકામો દૂર કરવા જણાવ્યુ છે. જે ૭ યુનિટોને સીલ કરવામાં આવ્યા છે તેમાં સાબરમતી મેકડોનાલ્ડ, ઓનેસ્ટ, ઈટ પંજાબ, ગ્વાલીયા, સ્વાગત સ્ટેટસ-૧ પર અને ઓસીયા હાયપર માર્ટ.

આ લખાય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર થયેલ બાંધકામોના એકમોને સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે. ગેરકાયદેસર બાંધકામોવાળા એકમોની સાથે સાથે ટેક્ષની લેણી રકમો વસુલ કરવા પણ પગલાં લઈ રહ્યા છે. પાર્કિગ  માટે જગ્યા ન હોવાને કારણે વાહનચાલકોને રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરવાની ફરજ પડતી હોય છે ત્યારે ટોઈંગવાન’ આવી રસ્તા પર પાર્ક કરાયેલા આવા વાહનોનો ચાલકો પાસેથી ભારે દંડ વસુલ કરતાં હોઈ લોકોમાં ભારે આક્રોશ જાવા મળે રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.