ગેરકાયદેસર માટીનું ખોદકામ કરતાં જેસીબી સહિત પાંચ ટ્રેક્ટર કબજે કરતું ખાણ ખનિજ ખાતું
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ઈન્દ્રાણ ગામે એક તળાવમાંથી ગઈકાલે સાંજના સમયે પાસ પરમીટ વગર ગેરકાયદેસર ખોદકામ કરી માટી વહન કરવાની માહિતી ખાણ ખનિજ વિભાગને મળતાં ખાણ ખનીજ વિભાગે ત્રાટકી એક જેસીબી મશીન સહિત પાંચ ટ્રેક્ટર કબજે લીધાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પ્રાપ્ત માહિતી મુજબ ઈન્દ્રાણ વિસ્તારમાં હિંડોળા નજીક આવેલા તળાવમાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર સાદી માટીનું ખોદકામ કરાતી હોવાની બાતમી ખાણ અને ખનીજ વિભાગ મળતાં અરવલ્લી જિલ્લાના માઇન્સ સુપરવાઇઝર જી.એસ.ડોબક અને તેમની ટીમે ખોદકામના સ્થળે ત્રાટકી એક જેસીબી મશીન સહિત પાંચ ટ્રેક્ટર કબજે લઈ સાઠંબા પોલીસ મથકે સીજ કરી આગળની કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરી છે દિલીપ પુરોહિત. બાયડ