ગેરકાયદેસર રીતે રમતની ચેનલોનું થોડા સમય પહેલાં લાઈવ પ્રસારણ કરતો શખ્શ પકડાયો
પશ્ચિમ બંગાળનો શખ્શ ભારતમાં પ્રતિબંધીત પાકિસ્તાનની ચેનલો પણ બતાવતો: કરોડોનો સટ્ટો રમાયાની શંકા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ સાયબર ક્રાઈમે પશ્ચીમ બંગાળથી રમતની ચેનલોના સોર્સ ક્રેક કરીને પોતાની એપ તથા વેબ સાઈટ પર રમત બતાવતા એક ગઠીયાની ધરપકડ કરી છે આ અંગે એક ખાનગી ટીવી ચેનલ તરફથી સાયબર ક્રાઈમને ફરીયાદ મળી હતી.
આ અંગેની વિગત એવી છે કે એક ખાનગી ટીવી ચેનલની પ્રતિનીધીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે છેલ્લા એક માસથી કેટલીક વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન પર પોતાની રમતની ચેનલોનું એડવાન્સમાં લાઈવ પ્રસારણ થતું હતું આ ફરીયાદને આધારે સાયબર ક્રાઈમ પોલીસના પીઆઈ એસ.આર. મુછાળે તપાસ શરૂ કરી હતી.
ટેકનીકલ એનાલીસીસ કરતા આરોપીનું લોકેશન વેસ્ટ બંગાળનું આવતું હતું જેથી સાયબર ક્રાઈમની એક ટીમ વેસ્ટ બંગાળ પહોચી હતી જયાં દિનાજપુર જીલ્લાના ઈસ્ટ હલદરપારા ખાતેથી નિતાઈ નિરંજન સરકાર નામના રર વર્ષીય શખ્શને ઝડપી લીધો હતો. સાયબર ક્રાઈમે સ્થાનિક ગંગારામપુર પોલીસની મદદ મેળવી તેના ઘરે તપાસ કરતા નિતાઈ સ્ટાર ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ કંપનીના લાઈવ પ્રસારણના સીગ્નલ તેમજ રમતની બીજી પેઈડ ચેનલોના સીગ્નલો ક્રેક કરીને પોતાની વેબસાઈટ અને એપ ઉપર પ્રસારીત કરતો હતો.
પોલીસે હાલમાં તેના પેઈડ ગ્રાહકોનું લીસ્ટ મેળવવા તજવીજ હાથ ધરી છે વહેલી મેચો જાેઈને કરોડો રૂપિયાનો સટ્ટો રમાયાની આશંકા હોવાથી નજીકના સમયમાં ક્રિકેટ તથા અન્ય રમતો ઉપર સટ્ટો રમતાં શખ્શોની પણ પકડાવવાની સંભાવના છે ભારતમાં પ્રતિબંધીત હોય તેવી પાકિસ્તાનની ચેનલોનું પણ નિતાઈ લાઈવ પ્રસારણ કરતો હતો પ્રાથમિક તપાસમાં તે ચેનલના સીગ્નલ ગેરકાયદેસર રીતે ડાઈવર્ટ કરી સીગ્નલને ટ્રાન્સમીટ- રીટ્રાન્સમીટ કરતો હોવાનું જાણવા મળ્યું છે.