Western Times News

Gujarati News

ગેરકાયદેસર શસ્ત્રો-દારૂગોળા સબંધિત ૫૫ ગુના દાખલ કરાયા

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત રાજ્યના તમામ શહેર / જિલ્લાઓમાં એલસીબી, એસઓજી એ ગેરકાયદેસર અગ્નિ શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર અગ્નિ શસ્ત્રો અને દારૂગોળા સંબંધિત અત્યાર સુધી ૫૫ ગુનાઓ દાખલ છે.

જે આરોપીઓ ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાગી ગયા છે, તેવા આરોપીઓને ત્યાંની સ્થાનિક પોલીસની મદદ લઈને શોધી કાઢવા ખાસ એક્શન પ્લાન મુજબ કાર્યવાહી થઈ રહી છે. આ માટે ગુજરાતના સરહદી જિલ્લાઓના રેન્જ આઈ.જી.પી દ્વારા ગુજરાતની સરહદને અડીને આવેલા રાજ્યના જિલ્લાઓના આઈ.જી.પી સાથે પણ આ માટે સંકલન કરવામાં આવ્યુ છે.

આમ રાજ્યમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા ખાસ ઝુંબેશ દ્વારા અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.