Western Times News

Gujarati News

ગેરકાયદેસર હથિયાર સાથે ચાર શખ્સોની ધરપકડ થઈ

મોરબી, મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગણતરી ના દિવસો પૂર્વે જ એસઓજી અને એલસીબી ટીમે જુદી જુદી ચાર જગ્યાએથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર યુવાનોને પકડી પાડ્યા છે. મોરબી એસઓજીએ હળવદ તાલુકાના જુના દેવાળીયા ગામ પાસેથી બંદુક સાથે એકને પકડી પાડ્યા છે,

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ ચુંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઇ રહે જેના અનુસંધાને રેન્જ આઈજી રાજકોટ સંદિપ સીંઘ તથા મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ તરફથી એસ.ઓ.જી. ટિમને ચૂંટણી લક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.

જે અંતર્ગત મોરબી એસ.ઓ.જી.પીઆઈ જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળની ટીમને મળેલ ખાનગી બાતમી આધારે હળવદ તાલુકાના જુના દેવાળીયા મોતીપરા પાણીના ટાંકા પાસેથી આરોપી મહેશભાઇ ઉર્ફે મુન્નો અમરશીભાઇ મકવાણા (ઉ.વ.રપ, ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે.નવા દેવળીયા, કોળીવાસ, મસાણ છાપરીની બાજુમા તા. હળવદ જી.મોરબી) વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી બંદુક નંગ-૧, કિં.રૂ.૧૦૦૦/- સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.