ગેરકાયદેસર હથીયારો સાથે છ ઈસમોને ઝડપી પાડતી દહેજ પોલીસ
(પ્રતિનિધી) ભરૂચ, ગતરોજ તા ૧૩ અને ૧૪ ના રોજ કોમ્બીગ નાઈટનુ આયોજન કરવામાં આવેલ હોય જે અંગે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં કોમ્બીગ નાઈટમાં દરીયાઈ વિસ્તારો પર આવેલ બંદરો,માછીમારી વસાહતો ચેક કરી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તેમજ દરીયાઈ કાઠા વિસ્તાર પેટ્રોલીંગ તથા લેડીંગ પોઈન્ટ, વાઈટલ ઈન્સ્ટોલેશન તથા આંતકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને ચેક કરવાની કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા ભરૂચનાઓના માર્ગ દર્શન મુજબ જે.એન.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર દહેજનાઓએ આપેલ સુચના મુજબ તેમની ટીમના પો.સ.ઈ આર.એસ.રાજપુત તથા એસ.એન.પાટીલ તથા બીજા પોલીસ સ્ટાફના પોલીસ માણસો કોમ્બીગ નાઈટમા નિકળેલા હતા.
આ દરમ્યાન મળેલ બાતમી આધારે ભેસલી ગામે થી રાત્રી દરમ્યાન કલાદરા જવાના રોડ ઉપર આવતા કલાદરા ગામ તરફ ખેતરોમાં એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૧૬ ઝેડ ૯૫૬૬ ની અંદર શંકાસ્પદ છ જેટલા ઈસમો પોતાના કબજામાં ભોગવટા વાળી પીકઅપ બોલેરો ગાડીમાં ગેર કાયદેસરના જીવહોણ અગ્નિ શસ્ત્રો (બાર બોર બંદુક) રાખી પશુઓનો શિકાર કરવા માટે રાત્રીના સમયે નિકળી પીકઅપ વાનમાં શિકારના સાધન સામાગ્રી સાથે (૧) સુરેશભાઈ છોટુભાઈ મેકવાન ઉ.વ-૫૦ રહે, નવીનગરી, નંદેલાવ,તા.જી.ભરૂચ (૨) શફવાન ફિરોજ પટેલ ઉ.વ-૨૪ રહે, જીવા ફળીયુ, દહેગામ તા.જી.ભરૂચ (૩) અબ્દુલ રહીમ મહમદ પટેલ ઉ.વ-૫૨ રહે, હાજી ફળીયુ,ખોજબલ તા.વાગરા જી.ભરૂચ (૪) આરીફ મહમદ પટેલ ઉ.વ-૪૯ રહે, હાફેજી ફળીયુ, દહેગામતા.જી.ભરૂચ (૫) શાકીર આરીફ પટેલ ઉ.વ-૨૨ રહે, હાફેજી ફળીયુ, દહેગામતા.જી.ભરૂચ અને (૬) સુલેમાન મહમદ પટેલ ઉ.વ-૪૬ રહે, હાફેજી ફળીયુ,દહેગામ તા.જી.ભરૂચ નાઓ ને ઝડપી પાડી તમામ વિરૂધ્ધ આર્મ્સ એકટ તથા વન સરંક્ષણ ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ પો.સ.ઈ એસ.એન.પાટીલનાઓ કરી રહેલ છે.
પોલીસે તેઓ પાસે રહેલી બાર બોરની બંદૂક નંગ-૨ જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦ ગણી શકાય તેમજ જીવતા કાર્ટીઝ બાર બોરના નંગ-૨ર૦ જે એકની કિંમત રૂપિયા ૫૦ લેખે કુલ કિંમત રૂપિયા ૧,૦૦૦ તથા લોખડના પાળીયા નંગ ૦૨ કિંમત રૂપિયા ૨૦૦,લોખડના છરા નંગ ૦૩ કિંમત રૂપિયા ૭૫,કાનસ ધાર કાઢવા માટેની કિંમત રૂપિયા ૨૫,લાકડાના હાથાવાળા પેચીયું નંગ ૦૧ જેની કિંમત રૂપિયા ૨૫,હેલોઝન લાઈટ નંગ ૦૨ જે વાયર તથા ચપલા સાથે ગણી કિંમત રૂપિયા ૫,૦૦૦,નાયલોનનુ દોરડુ નંગ ૦૧ કિંમત રૂપિયા ૧૫૦ તેમજ મોબાઈલ નંગ ૦૬ જેની કિંમત રૂપિયા ૩૯,૦૦૦ અને બોલેરો પીકપ વાન જીજે ૧૬ ઝેડ ૯૫૬૬ જેની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦ મળી કુલ ૨,૭૦,૪૭૫ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.*