ગેરકાયદે જમીન દબાણ કરનારે ડે.મેયર-ચેરમેન પર હુમલો કર્યાે
રાણા સમાજની જમીન પર દબાણ કરનારને સમજાવવા ડે.મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સામે છૂટો ઘા કર્યાે
વડોદરા, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાસમ આલા કબ્રસ્તાન સામે રાણા સમાજની જમીન પર ગેરકાયદેસર હોટલ બંધ કરવા કહેતા માથાભારે હોટલ માલિકે ગેસના બાટલાનો છુટો ઘા કર્યાે હતો. અને બીભત્સ ગાળો બોલીને હાથમાં ચાકુ બતાવીને આપઘાત કરી લેવાની ધમકી આપી હતી.
તેમ છતાંય બંને હોદ્દેદારોએ મચક આપી નહોતી અને દબાણ શાખાની ટીમને તૂર્ત જ બોલાવીને ગેરકાયદેસર દબાણો દૂર કરાવ્યા. જાેકે છુટ્ટો બોટલ મારતા કોઈને પણ જાનહાની પહોંચી નહોતી. પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને હોટલ માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાસમઆલા કબ્રસ્તાનની સામે રાણા સમાજની જમીન આવેલી છે. આ જમીનમાં માથાભારે હુસેન સુન્ની ગેરકાયદે બાંધકામ કરી હોટલ ચલાવતો હતો. આ અંગે રાણા સમાજે અનેક વાર કોર્પાેરેશનમાં ફરિયાદો કરી હતી.
આજે સ્વ.ઉસ્તાદ ફૈયાઝખાનની જન્મજયંતી હોઈ મ્યુનિસિપલ કોર્પાેરેશન આયોજિત મજાર પર ચાદર અર્પણ કાર્યક્રમમાં બાદ ડે.મેયર નંદાબેન જાેશી, સ્થાયી અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ, સ્થાનિક કોર્પાેરેટર મનોજ પટેલ સહિત રાણા સમાજની જમીનમાં ચાલતી ગેરકાયદે હોટલનીન મુલાકાતે ગયા હતા અને હોટલ માલિક પાસે હોટેલની પરવાનગી વિશેના કાગળો માંગ્યા હતા.
જેથી માથાભારે હુસેન આવેશમાં આવીને કોર્પાેરેશનના આ હોદ્દેદારોને ગમે તેવી ભાષામાં અપશબ્દો બોલવાનું શરુ કરી તેમની સામે ગેરવર્તન કરતાં આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. આ દરમિયાન માથાભારે હોટલ માલિક હુસેન આવેશમાં આવી જઈ પોતાની હોટલ તૂટતી બચાવવા બસનો બોટલનો છુટ્ટો ઘા કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો.
સાથે તેને હાથમાં ચાકુ લઈને પોતે આપઘાત કરી લેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. પરંતુ પાલિકાના આ જાંબાઝ હોદ્દેદારોએ કોઈ મચક આપી નહોતી અને તુર્તજ પોલીસ અને દબાણ શાખાની ટીમને સ્થળ પર બોલાવી લઈને રાણા સમાજની જગ્યામાં ગેરકાયદેસર ચાલતી હોટલની દબાણ દુર કરવામાં આવ્યું હતું. સાથે અન્ય દબાણો પણ દૂર કરાયા હતા.