ગેસના ભાવમાં મહિનામાં બીજી વખત ૫૦નો વધારો
નવી દિલ્હી, ગૃહિણીઓને વધુ એક મોટો ફટકો પડ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૫૦નો વધારો થતા સિલિન્ડરનો ભાવ રૂ. ૭૦૧ થયો છે. ઓઈલ કંપનીઓએ સતત એક મહિનામાં બીજી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ ૧લી તારીખે રૂ.૫૦નો વધારો કરાયો હતો જ્યારે આજે વધુ એક વખત રૂ. ૫૦ વધારાતા ૧૫ દિવસમાં રૂ. ૧૦૦નો વધારો કરાતા સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ વધશે. ૧૪.૨ કિલોગ્રામ વજનનો એલપીજી લિસિન્ડરનો ભાવ હવે રૂ. ૭૦૦થી પણ વધી ગયો છે.
દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ રૂ. ૬૪૪ તેમજ મુંબઈમાં રૂ. ૬૭૦ થયા છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દર મહિનાની પેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવતો હોય છે.
બીજીતરફ ૧૯ કિલો વજનના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ પ્રતિ સિલિન્ડર રૂ.૫૪.૫૦નો વધારો ઝીંકાયો છે. દિલ્હીમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને રૂ. ૧,૨૯૬ થઈ છે.SSS