Western Times News

Gujarati News

ગેસ લીકેજ ઘટના: ડ્રાઈવર, ક્લીનરની પૂછપરછ કરાશે

સુરત, શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગુરુવારે સવારે એક કંપનીમાં ગેસ લીક થવાથી ઓછામાં ઓછા ૬ લોકોના મોત થયા છે અને ૨૩ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૨૩ ઘાયલોમાં સાત વેન્ટિલેટર પર છે અને તેમની હાલત ગંભીર છે. જ્યારે બાકીના મજૂરોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તપાસ એજન્સીઓને આશંકા છે કે ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ગેરકાયદેસર રીતે ડમ્પ કરવામાં આવી રહ્યું હતું, જેના પછી ગેસ સ્થાનિક વિસ્તારમાં ફેલાઈ રહ્યો હતો. આ ઘટના વિશ્વપ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ પાસે સચિન જીઆઈડીસીના રોડ નંબર ૩ પર વહેલી સવારે બની હતા. તમામ મૃતકો એક જ મિલના કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ઘટનામાં ખરેખર શું બન્યું તે જાણવા તપાસ શરૂ કરી છે. ગેસ લીકેજ થતાં ટેન્કરનો ડ્રાઈવર અને ક્લીનર પણ બેભાન થયા હતા, એકવાર તેઓ ભાનમાં આવી જશે તો પોલીસ તેમની પૂછપરછ કરશે. મોટાભાગના પીડિતોમાં એવા મજૂરોનો સમાવેશ થાય છે જેઓ કાપડની મિલમાં કામ કરે છે અને જ્યારે તેઓ જમીન પર બેહોશ થવા લાગ્યા ત્યારે તેઓ નાઈટ ડ્યૂટી પર હતા. રસ્તાના કિનારે સૂઈ રહેલા કેટલાક મજૂરો પણ બેભાન થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (FAIS) અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરતના જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ‘તમામ અસરગ્રસ્ત લોકો વિશ્વપ્રેમ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના છે જે ઘટનાસ્થળની નજીક છે. છના મોત થયા છે અને ટેન્કર ડ્રાઈવર અને ક્લીનર સહિત ૨૩ લોકો હોસ્પિટલમાં દાખલ છે. કેમિકલ ધરાવતું ટેન્કર ત્યાં શા માટે હતું અને પીડિતોનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોલીસ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ફાયર બ્રિગેડની એક ટીમ તપાસ કરી રહી છે.’

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, ‘પોલીસે જાેખમી ગેસ ફેલાવવાનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે અને ટીમ ગેસ લીકના પ્રકાર પર કામ કરી રહી છે. પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.